દામનગર શહેર માં વિવિધ પ્રાથમિક સુવિધા ઓના ચૂંટણી સમયે ઉમેદવાર તરીકે કરેલ વાયદા જીત્યા બાદ પુરા કરવા જોઈ એ શહેર ના મુખ્ય વાણિજ્ય બજાર વચ્ચે જાહેર ટોયલેટ સીસી ટીવી કેમરા નેત્રમ BPL સર્વે સહિત ના મુદ્દે પાલિકા ની સામાન્ય ચૂંટણી દરમ્યાન અપાયેલ વચન ભંગ થઈ રહ્યું છે જે વચનો અપાયા તેમાંનું કોઈ કામ થયું ? તો પછી વિકાસ કોનો જોઈતા વારંવાર કપડાં ની જેમ બદલાતા પેવર બ્લોક થી આમ જનતા નું શુ ભલું થવાનું ? રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ઉપરાંત વિવિધ બોર્ડ કોર્પોરેશન ની હજારો યોજના ઓના નિયત નમૂના ઓમાં લાભાર્થી ઓના માપદંડ ફરજીયાત BPL અરજદાર સરકારી લાભો માટે દરખાસ્તો કરે એટલે રદ કરાય છે કારણ માત્ર બી પી એલ યાદી માં નામ ન હોવા નું આપી ટટળાવાય છે આવું કેમ ? સરકારી યોજના ઓના ગરીબ જરૂરિયાત મંદ પરિવારો છેવાડા ના માનવી સુધી લાભો પહોંચાડવા સરકાર ખૂબ પ્રત્યનશીલ છે ત્યારે સ્થાનિક સત્તાધીશો ને આવી બાબતો માં કેમ રસ નથી તે સૌથી મોટો સવાલ દામનગર શહેર માં વૃદ્ધ નિરાધાર અતિ ગંભીર વિકલાંગ મુક બધીરો રીત સર ટટળી રહ્યા છે ગ્રામ સમાજ સંગઠક ની પોસ્ટ છે તેનું મહેકમ ચૂકવાય છે છતાં લાભાર્થી ઓને લાભ મળતા નથી ત્યારે સત્તાધીશો એ ગરીબો પ્રત્યે હમદર્દ બની જોવા ની જરૂર “મને એ નથી સમજાતું આવું શાને થાય છે પથ્થરા તરી જતા ને ફૂલડાં ડૂબી જાય છે કામધેનું ને મળે નહિ લીલું તણખલું ને લીલાચમ ખેતરો આખલા ચરી જાય છે” આવા અનેક વેધક સવાલ કરતા દામનગર યુવાન વિશાલ નારોલા એ સત્તાધીશો પત્ર લખી રજુઆત કરી
જરૂરિયાત મંદ ગરીબ પરિવારો સરકારી યોજના ના લાભો માટે રીતસર ટટળી રહ્યા છે. ચૂંટણી સમયે પાલિકા સત્તાધીશો એ કરેલ વાયદા પુરા કરવા જોઈ એ

Recent Comments