રાજ્યમાં હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબજ ઓછું
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસો હવે ૧૦૦ને પાર થઇ ગયા છે. રાજ્યમાં હાલ ૧૦૯ જેટલા દર્દી કોરોનાનાની સારવાર હેઠળ છે. રાહતની વાત એ છે કે, હોસ્પિટલમાં સારવાર લેવી પડે તેવા દર્દીઓનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. જેમાં એક પૂરૂષ અને એક મહિલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દીઓમાં એક દર્દી સરગાસણ અને બીજાે સેક્ટર-૧૩નો હોવાનું માલુમ પડયું છે. બંને દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં છે.
અમદાવાદમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૭ નવા કોરોના કેસ નોંધાયા છે. જ્યારે શહેરના એક્ટિવ કેસનો આંક ૭૬ થઈ ગયો છે. શહેરમાં માત્ર બે દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.જેમાં એક મહિલા હાયપરટેન્શન અને હૃદયની સમસ્યા હોવાથી તેમને અસારવા સિવિલમાં દાખલ કરાયા છે.મે મહિનામાં અમદાવાદમાં ૮૯ કેસ નોંધાયા છે જેમાંથી ૧૩ દર્દીઓ સાજા થયા છે.
મહત્વનું છે કે, અમદાવાદમાં આ મહિને જ કોરોનાના ૮૯ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી ૧૩ દર્દીઓ સાજા થયા છે. હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં સૌથી વઘુ એક્ટિવ કેસ મામલે અમદાવાદ મોખરે છે. રાજકોટમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે. ડોક્ટરોના મતે, કોરોનાની સ્થિતિથી હાલ ડરવાની કોઇ જ જરૂર નથી.
રાજકોટમાં છેલ્લા ૪૮ કલાકમાં કોરોનાના ૬ કેસ નોંધાયા છે.અત્યાર સુધી રાજકોટમાં કુલ ૧૧ કેસ નોંધાયા છે. જેમાં એક દર્દી સંપૂર્ણ સ્વસ્થ થયાં છે અને ૧૦ દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદ, રાજકોટ અને સુરત જેવા શહેરોમાં કેસમાં વધારો જાેવા મળ્યો છે, જેમાં અમદાવાદ સૌથી વધુ એક્ટિવ કેસ સાથે આગળ છે.હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડની સુવિધા ઉભી કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે લોકોને માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવા સલાહ આપી છે. નાગરિકોને ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવા અને લક્ષણો દેખાય તો તાત્કાલિક તપાસ કરાવવાની અપીલ કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, વિશ્વના ઘણા દેશોની જેમ ભારતમાં પણ કોરોના ચેપના કેસોમાં ફરી વધારો જાેવા મળી રહ્યો છે. હાલમાં, ભારતમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૧૦૦૦ ને વટાવી ગઈ છે, જેમાં સૌથી વધુ ૪૩૦ કેસ કેરળમાં અને ૨૦૯ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે. દિલ્હીમાં પણ ૧૦૪ સક્રિય કેસ મળી આવ્યા છે, જ્યારે ગુજરાત અને કર્ણાટકમાં પણ કેસ વધ્યા છે.
ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકળો ૧૦૦ને પાર; ગભરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર

Recent Comments