fbpx
રાષ્ટ્રીય

લોકસભામાં વન નેશન-વન ઈલેક્શન બિલ રજૂ કર્યું

સંસદના શિયાળુ સત્રના આજે ૧૭માં દિવસે સરકારે લોકસભામાં વન નેશન-વન ઈલેક્શન બિલ રજૂ કર્યું હતું. કેન્દ્રીય કેબિનેટ દ્વારા ગત ૧૨ ડિસેમ્બરના રોજ બિલને મંજૂરી આપવામાં આવી છે. કેન્દ્રીય કાયદા મંત્રી અર્જુન રામ મેઘવાલે વન નેશન વન ઈલેક્શન માટે ૧૨૯મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું. કોંગ્રેસ, એસપી, ટીએમસી સહિત અનેક વિપક્ષી દળોએ તેનો વિરોધ કર્યો છે. સરકારનું કહેવું છે કે અમે વિગતવાર ચર્ચા માટે તૈયાર છીએ. બિલ પર ત્નઁઝ્ર બનાવવા માટે પણ સરકાર તૈયાર છે. આ બિલને એનડીએના સહયોગી દળોનું સમર્થન મળ્યું છે. સાથી પક્ષો સરકાર અને બિલની સાથે ઉભેલા જાેવા મળે છે. વિપક્ષ વન નેશન, વન ઈલેક્શન બિલનો વિરોધ કરી રહ્યો છે.

વિપક્ષ તેને બિનજરૂરી અને વાસ્તવિક મુદ્દાઓથી ધ્યાન ભટકાવનારું બિલ ગણાવી રહ્યું છે. વન નેશન વન ઈલેક્શનની તરફેણમાં અને વિરુદ્ધમાં દલીલો કરવામાં આવી રહી છે. સમર્થકો એવી દલીલ કરી રહ્યા છે કે ચૂંટણી ખર્ચમાં ઘટાડો થશે, જ્યારે વિરોધીઓ કહી રહ્યા છે કે તે બંધારણની વિરુદ્ધ છે. સમર્થકો કહી રહ્યા છે કે મતદાન વધશે, જ્યારે વિપક્ષો કહી રહ્યા છે કે જવાબદારી ઓછી થશે. સમર્થકોની દલીલ છે કે આચારસંહિતા એકવાર લાગુ થશે. વિરોધ કરી રહેલા લોકોનું કહેવું છે કે ૫ વર્ષમાં એક વખત ચૂંટણી બાદ સરકાર નિરંકુશ બની જશે. જ્યારે સમર્થક પક્ષો કહે છે કે આનાથી વિકાસ કાર્ય પર કોઈ અસર નહીં થાય, જ્યારે વિરોધીઓ માને છે કે આ ‘એક દેશ, એક ચૂંટણી’ પ્રાદેશિક મુદ્દાઓને અવગણશે. જાણો શું છે આ બિલ પર રામનાથ કોવિંદ કમિટીની ભલામણ. તમામ એસેમ્બલીનો કાર્યકાળ ૨૦૨૯ સુધી લંબાવવો જાેઈએ. ત્રિશંકુ વિધાનસભા અને અવિશ્વાસ પ્રસ્તાવના કિસ્સામાં ફરીથી ચૂંટણી થવી જાેઈએ. પ્રથમ તબક્કામાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાે. બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી ૧૦૦ દિવસમાં થવી જાેઈએ. ચૂંટણી પંચે ચૂંટણી માટે એક જ મતદાર યાદી તૈયાર કરવી જાેઈએ.

Follow Me:

Related Posts