અમરેલી

“બોલનાર ગપ્પા મારે ને સાંભળનાર ફુલાય જાય” દામનગર લાઠી તાલુકા નો એક ભાગ છે ? કેવી રીતે સબ ડિવિઝન કે ઝોન ઓફીસ છે ? લોલીપોપ પણ જનતા ના ગળે ઉતરે એવી તો રાખો

દામનગર શહેર માં વર્ષો થી સતત સ્વતંત્ર તાલુકા ની માંગ સ્થાનિક કક્ષા એથી ઉઠી રહી છે વસ્તી અને વિસ્તાર ની દ્રષ્ટિ એ ૩૩ જેટલા ગ્રામ્ય અને શહેર મળી રાજ્ય સરકાર સમક્ષ દામનગર ને તાલુકો મળે તે માટે વખતો વખત રજૂઆતો કરાય છે  દામનગર પંથક ના ગામડા ઓ અને એક શહેરી વિસ્તાર વચ્ચે દામનગર તાલુકો બનાવવા શહેર ના દાર્શનિક ભાગે તાલુકા મામલતદાર કચેરી માટે જમીન પણ સંપાદન કરાય હતી પણ દામનગર પંથક ના વામણા જન પ્રતિનિધિ ઓના કારણે વારંવાર લોલીપૉપ આપી સમગ્ર પંથક ને અન્યાય કરાય છે તાજેતર માં રાજી રાખવા જનપ્રતિનિધિ એ ગાંધીનગર ખાતે નામદાર ગુજરાત સરકાર સમક્ષ દામનગર તાલુકા માટે એક પ્રતિનિધિ મંડળ મળ્યું પણ કેવા ગબ્બરા મારી જનતા ને રાજી રખાય છે  લાઠી તાલુકા નો દામનગર એક ભાગ છે ભાગ કેવી રીતે ? શુ સબ ડિવિઝન સપ્તાહ માં ચાર દિવસ દામનગર બેચે છે ? શું દામનગર ઝોન ઓફીસ છે ? લાઠી તાલુકા નો એક ભાગ દામનગર કેવી રીતે ગણાય ? જનતા મૂર્ખ છે ? રાજ્ય ના  મુખ્યમંત્રી કાર્યાલય સાથે પત્ર વહેવાર અવાર નવાર કરાય છે જન પ્રતિનિધિ એ આવી વાહિયાત વાતો કે રજૂઆતો કરી શુ કહેવા માગે છે ૩૨ ગ્રામ્ય અને ૧ શહેરી વિસ્તાર વચ્ચે દામનગર ને પુનઃ તાલુકો આપો નહિતર સ્થાનિક  ચૂંટણી ઓ તેનું પરિણામ આવશે ૪૯ ગામ પેકી એક ગામ ગણાય છે તાલુકા નો ભાગ કેવી રીતે ગણાય ? ઝોન ઓફીસ નથી સપ્તાહ માં ચાર દિવસ દામનગર કચેરી નથી ફરતી તો તાલુકા નો ભાગ કેમ ? પ્રજા જાગૃત છે એ ન ભૂલવું જોઈ એ ગાંધીનગર જઈ ફોટો પડાવી લેવાથી તાલુકો નહિ મળે નક્કર રીતે સરકાર માં દરખાસ્ત કરવા સહિત ની પ્રક્રિયા કરો ડેલી એ દિવા કરવા થી શુ ? દામનગર તાલુકો હતો અને પુનઃ તાલુકો આપો ૩૨ જેટલા ગ્રામ્ય અને એક શહેરી વિસ્તાર ને ક્યાં સુધી અન્યાય કરાશે ? 

Related Posts