પેપર ફુટ્યુ ન હોવાનો એક્ઝામ કમિટીના OSDએ દાવો કર્યો

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની યોજાયેલી પરીક્ષામાં સરખેજ ખાતેના સેન્ટર પર પેપર ફુટ્યુ હોવાનો દાવો ઉમેદવારો અને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે આરોપ લગાવ્યો. પરીક્ષાર્થીઓનો આરોપ છે કે તેમને પેપર ૩૦ મિનિટ મોડુ મળ્યુ હતુ અને ર્ંસ્ઇ શીટ અને આન્સર શીટના ક્રમાંક અલગ અલગ હતા. આ વિવાદ સામે આવ્યા બાદ પણ સંચાલકો દ્વારા તેમને પરીક્ષા આપવા માટે કહેવામાં આવ્યુ હતુ. આ સમગ્ર વિવાદ બાદ છસ્ઝ્ર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડ્ઢરૂસ્ઝ્ર અને ગુજરાત યુનિના અધિકારીઓની બેઠક મળી હતી. બેઠકમાં યુનિયન ક્લાર્કની પરીક્ષા રદ નહીં કરવાનો ર્નિણય લેવામાં આવ્યો.
ગુજરાત યુનિવર્સિટીના પ્રોફેશનલ એક્ઝામિનેશન કમિટીના ર્ંજીડ્ઢએ જણાવ્યુ કે ય્ેંઁઈઝ્રના નેજા હેઠળ આ પરીક્ષા લેવાઈ હતી અને ફક્ત ગણતરીના લોકોના વિરોધમા કારણે અન્યોને અન્યાય નહીં થવા દઈએ. બીજી તરફ તેમણે પેપર લીક થવાના આરોપો પણ ફગાવ્યા તેમણે પેપર ફુટ્યુ ન હોવાનો દાવો કર્યો. ર્ંજીડ્ઢ ધર્મેન્દ્ર ચાવડાએ જણાવ્યુ કે અન્ય એક સેન્ટરમાં પણ ર્ંસ્ઇ શીટ બદલાઈ હતી, ત્યા પણ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી છે.
ફક્ત આ જ સેન્ટરમાં અમુક તત્વોની ઉશ્કેરણીના કારણે પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી નથી. આ તરફ ર્ંજીડ્ઢના નિવેદનને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે બાલિશ નિવેદન ગણાવ્યુ યુવરાજે જણાવ્યુ કે અમે અમારા સ્તરે રજૂઆત કરીશુ કારણ કે આ પરીક્ષામાં મિસમેનેજમેન્ટ થયુ જ છે. તેમણે કહ્યુ અમારી વાત નહીં માને તો કાયદાકીય રીતે પણ પડકારીશુ. યુવરાજે કહ્યુ પહેલા તો સમગ્ર મામલાની યોગ્ય તપાસ થવી જાેઈએ એ પછી જ કોઈ ર્નિણય પર આવવુ જાેઈએ. પરીક્ષા સ્થળના સીસીટીવી ચેક કરવા જાેઈએ. કોણ પરીક્ષા આપી જાય છે તે પણ ખ્યાલ ન આવે જાે ચેકિંગ ન થાય. ઓએમઆર શીટ આ એક્ઝામ સેન્ટર ઉપર ચેન્જ થઈ તો એવી જ રીતે બીજા એક્ઝામ સેન્ટર ઉપર પણ આવી જ સ્થિતિ થઈ હશે તેવી આશંકા પણ પરીક્ષાર્થીઓએ વ્યક્ત કરી છે. આ સમગ્ર મામલે પરીક્ષાર્થીઓએ કાયદાકીય લડત લડવાની પણ તૈયારી બતાવી છે.
Recent Comments