અમરેલી

સાવરકુંડલાની શિવશક્તિ સોસાયટી ખાતે આવેલ ઉભરાતી ગટર નગરપાલિકા તંત્ર દ્વારા સફાઈ કરી પુનઃ ભૂગર્ભમાં વહેતી કરવામાં આવી

સાવરકુંડલા શહેરમાં વોર્ડ નંબર પાંચમાં આવેલ શિવશક્તિ સોસાયટીના બરોબર મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર આગળ ગટરની કુંડી ઘણા સમયથી ઉભરાતી જોવા મળેલ. રસ્તે કા પત્થરની માફક મોટાભાગના ભાવિકો મોં મચકોડીને અહીંથી પસાર થતાં

પણ આના હલ વિશે શું કરવું જોઈએ એ બાબતે કશું વિચારતાં નહિ હોય તેવું લાગે છે. જો કે આ મંદિરની બરાબર સામે જ રહેતા મહેન્દ્રભાઈએ થાકી હારીને તંત્રને જાણ કરતાં આ બાબતે આ વોર્ડના સદસ્ય અશોકભાઈ ખુમાણે અંગત રસ લઈને નગરપાલિકા તંત્ર દ્વારા આ કુંડી જ નહિ પરંતુ આવી ઉભરાતી બે ચાર કુંડીઓ સાફ કરાવી.. કામ અઘરું હતુ સંસાધનો ટૂંકા હતાં પરંતુ અશોકભાઈની ધગશ અને કુનેહ તથા સફાઈ કર્મચારીઓની મહેનતને હિસાબે ગટરમાંથી અઢળક ગાળ (કચરો) કાઢીને ગટરને ફરી ભૂગર્ભ દ્વારા વહેતી કરી આપવામાં આવેલ અને આમ આ કુંડી ઉભરાતી બંધ થતાં મંદિરમાં બેઠેલા મહાદેવને પણ હવે શાંતિ થઈ હશે. . જો કે મહાદેવને તો શાંતિ જ હોય કારણ કે એનો પ્રાકૃતિક સ્વભાવ જ કઠોર સાધના (સમાધિ) હોય છે. આ સોસાયટીમાં જ એક વાડી તરીકે ઉપયોગમાં લેવાતી પટેલ છાત્રાલય પણ આવેલ  છે. તો આગળ થોડે દૂર અન્ય જ્ઞાતિવાદી પણ આવેલ છે. અહીંથી વિવાહ સમયે વિવાહોત્સુક વરરાજા  વરઘોડોમાં તેમજ  સામૈયામાં જાનૈયા પણ પસાર થતાં  હોય છે. વળી આ સોસાયટીમાંથી નાગનાથ સોસાયટી તરફ જવાનો આ માર્ગ હોવાથી અહીંથી પસાર થતા અનેક રાહદારીઓ, વિદ્યાર્થીઓ અને વાલીઓ સમેત તમામને હવે રાહત મળી.

આમ નગરપાલિકા તંત્ર અને નગરપાલિકા વિસ્તારના સદસ્યો જો યોગ્ય ધ્યાન આપે તો શહેરની જાહેર સ્ટ્રીટ લાઈટ, ગટર પાણી અને સફાઈની સમસ્યાઓ વત્તાઓછા અંશે સોલ્વ થઈ શકે ખરી.

પ્રસ્તુત તસ્વીરમાં સાવરકુંડલા નગરપાલિકા સદસ્ય અશોકભાઈ ખુમાણ નગરપાલિકા સફાઈ કામદારો પોતાની કામગીરી કરતાં જોવા મળે છે

Related Posts