અમરેલી

સાવરકુંડલા વિસ્તારમાં વિકાસની ગતિ તેજ: ધારાસભ્ય મહેશભાઈ કસવાલા દ્વારા ₹૨.૩૯ કરોડના કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

સાવરકુંડલા તાલુકામાં વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે વિવિધ ગામોમાં મહત્વપૂર્ણ જાહેર સુવિધાઓના કામોનો
રૂ.૨.૩૯ કરોડના ખાતમુહરત કરવામાં આવ્યા હતા
આ અંતર્ગત ખાલપર ગામે રૂ ૯૬.૭૦ લાખની નવી પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત, વાશીયાળી ગામે રૂ ૧.૧૮ કરોડની
નવી પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું ખાતમુહૂર્ત તેમજ નાની વડાળ ગામે રૂ ૨૫ લાખની નવી ગ્રામ પંચાયત ભવનના નિર્માણ કાર્યનું
ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા હસ્તે કરવામાં આવ્યું હતું.
આ વિકાસ કાર્યો દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને વધુ મજબૂતી મળશે તેમજ ગામના નાગરિકોને
જરૂરી સુવિધાઓ સરળતાથી પ્રાપ્ત થશે. નવી પ્રાથમિક શાળાના બિલ્ડિંગથી વિદ્યાર્થીઓને ઉત્તમ શૈક્ષણિક વાતાવરણ મળશે, જ્યારે
ગ્રામ પંચાયત ભવનથી સ્થાનિક વહીવટી કામગીરી વધુ સુવ્યવસ્થિત રીતે થઈ શકશે.
આ વિકાસ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ, તાલુકા ભાજપ સંગઠનના હોદ્દેદારશ્રીઓ,
સહકારી આગેવાનશ્રીઓ, ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓ તેમજ ગામના આગેવાનો અને કાર્યકરમિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
હતા.

Related Posts