fbpx
ગુજરાત

શાળાઓ દ્વારા ફી અંગે મન માની કરાતા વાલીઓ ડીઇઓ કચેરી પહોંચ્યા

હોલ ટિકિટને ઉઘરાણા કરવાનો કે બ્લેકમેઇલ કરવાનું સાધન બનાવી દીધું હોવાનો વાલીઓએ આક્ષેપ
શાળાઓ દ્વારા ફી ઉઘરાવવા બાબતે કરવામાં આવતી મન માની નો વધુ એક કિસ્સો સુરતમાં જાેવા મળ્યો છે જેમાં હવે વાલીઓ દ્વારા ડીઇઓ કચેરી પહોંચી પોતાની રજુઆત કરી હતી. સુરતની શાળાઓએ હોલ ટિકિટને ઉઘરાણા કરવાનો કે હેરાન-પરેશાન કરવાનું એક સાધન બનાવી દીધું હોવાનો વાલીઓનો આક્ષેપ છે. પહેલા દસમા અને બારમાં ધોરણમાં હોલ ટિકિટ આપવામાં આવતી હતી.

હવે વાલીઓનો સ્કૂલો પર આરોપ છે કે આ હોલ ટિકિટનો ઉપયોગ હવે વાલીઓ ફી ઉઘરાવવા માટે કરે છે. શાળા દ્વારા અપાતી હોલ ટિકિટ જાણે વાલીઓ સામે શાળાના હાથમાં આવેલું હથિયાર બની ગયું છે. તેઓ આ માટે ફક્ત વાલીઓને જ નહીં પણ બાળકોને પણ માનસિક ત્રાસ આપતા હોવાનું વાલીઓએ જણાવ્યું છે.

આમ ડીઇઓ પાસે આ પ્રકારે મનમાની કરતી શાળાઓ સામે કાર્યવાહી કરવાની વાલીઓ દ્વારા માંગ કરવામાં આવી છે. વાલીઓનો દાવો છે કે હોલ ટિકિટનો ઉપયોગ જાણે ટોર્ચર કરવા માટે કરવામાં આવે છે. વાલીઓનો દાવો છે કે હોલ ટિકિટનો ઉપયોગ સ્કૂલો હવે જાણે તેમની પાસે એક શસ્ત્ર હોય તે રીતે કરે છે. તેના આધારે તેઓ મનમાની કરે છે.
આવું કોઈ એકાદ કિસ્સામાં નથી. આવું અનેક કિસ્સામાં જાેવા મળી રહ્યુ છે. કેટલાય વાલીઓને આ રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. વાલીઓને તેના કારણે ઘણી તકલીફ પડી રહી છે. અનિશ્ચિતતાની સ્થિતિ હોય ત્યારે ફી ભરવામાં થોડું વહેલું-મોડું થઈ જતું હોય છે હવે તે સ્કૂલો ચલાવતી નથી. તેના કારણે વાલીઓ પર પણ બોજ આવે છે. વિદ્યાર્થીઓ પર પણ તાણ આવે છે. વાલીઓએ રજૂઆત કરી છે કે આ રીતે મનમાની કરતી શાળાઓ સામે પગલાં લેવામાં આવે. આમ નહીં થાય તો શાળાઓને તેમની મનમાની કરવાનો છૂટ્ટો દોર મળી જશે.

Follow Me:

Related Posts