ભાવનગર

ભાવનગર જિલ્લાના ખૂટતી સ્ટેમ્પ ડયુટી લેવા પાત્ર હોય તેવા પક્ષકારોને તાત્કાલિક રકમ ભરપાઈ કરવાની રહેશે

ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ-૧૯૫૮ ની કલમ-૩૨(ક) અને ૫૩(૧) ની જોગવાઈઓ અનુસાર ખૂટતી સ્ટેમ્પ ડયુટી વસુલ કરવા સંબધિત પ્રાંત કચેરી તેમજ નાયબ કલેકટર, સ્ટેમ્પ ડયુટી, ભાવનગરની કચેરી દ્વારા હુકમો કરવામાં આવેલ છે સમયમર્યાદામાં ખૂટતી સ્ટેમ્પ ડયુટી ભરપાઈ ન થતાં જમીન મહેસુલની બાકી તરીકે વસુલ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ભાવનગર જિલ્લાના આવા એક લાખથી વધુ ખૂટતી સ્ટેમ્પ ડયુટી લેવા પાત્ર હોય તેવા ભાવનગરના-૩૦, સિહોરના-૧૩ તળાજાના-૧, પાલિતાણાના -૩ અને મહુવાના-૨ થઈ કુલ-૪૯ પક્ષકારોને બાકી રકમ રૂ. ૧,૪૫,૬૪,૫૬૮/- વસુલ કરવા જમીન મહેસુલ કાયદા હેઠળ નોટીસો આપવામાં આવેલ છે તેમ છતાં તેઓએ રકમ ભરવા દરકાર કરેલ નથી. જેથી આવા પક્ષકારોએ ખૂટતી સ્ટેમ્પ ડયુટી + વ્યાજ + સરચાર્જ મળી જે રકમ નકકી થાય તે તાત્કાલિક ભરપાઈ કરવા જણાવવામાં આવેલ છે અન્યથા જમીન મહેસુલ સંહિતા-૧૮૭૯ ની કલ૫-૧૫૪/૧૫૫ મુજબ સ્થાવર જંગમ મિલકતની જાહેર હરાજી કરી સરકારશ્રીની બાકી રકમ વસુલ કરવાની નોટીસ પક્ષકારોને આપવામાં આવશે એમ નાયબ કલેકટરશ્રી સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્ર ભાવનગર ની અખબારી યાદીમાં જણાવેલ છે.

Related Posts