ભાવનગર શહેરના મેઘાણી સર્કલમાં આવેલ સમસ્ત શ્રીમાળી સોની સમાજના શ્રદ્ધેય હવેલી મંદિરના પાટોત્સવની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રીમાળી સોની જ્ઞાતિ ટ્રસ્ટના ઉપક્રમે આગામી તારીખ 6 ફેબ્રુઆરી 2025 ને ગુરૂવારના રોજ ભાવનગર શહેરના મેઘાણી સર્કલમાં આવેલ સમસ્ત શ્રીમાળી સોની સમાજના શ્રદ્ધેય હવેલી મંદિરના પાટોત્સવની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવશે.શ્રી અરવિંદભાઈ વ્રજલાલ ધાંગધરીયા મેળાવાળા પરિવારના મુખ્ય મનોરથીપદે આયોજિત આ પાટોત્સવ અંતર્ગત તારીખ 6 ને ગુરુવારે સવારે 8:30 કલાકે ભાવનગર શહેરના બાર્ટન લાઇબ્રેરી પાછળ મણીયાર શેરી ખાતે આવેલ મુખ્ય મનોરથી પરિવારના નિવાસ સ્થાનેથી એક વિશાળ અને રંગદેશી કળશ યાત્રા પ્રસ્થાન થશે. ડીજે ના સંગાથે અને આતશબાજીની રમઝટ સાથે નીકળનારી આ કળશ યાત્રામાં 101 થી વધુ કુમારીકાઓ જોડાશે.
આ શોભાયાત્રા સોની સમાજના યુવાનોની રાસ ગરબાની રમઝટ સાથે વાજતે ગાજતે ક્રેસન્ટ સહિતના રાજમાર્ગો પર ફરીને સોનીની હવેલી મંદિરે પહોંચશે.જ્યાં જ્ઞાતિગોર સંજયભાઈ ઓઝા દ્વારા શ્રી કળશની શાસ્ત્રોક્ત રીતે વિધિ વિધાનપૂર્વક પૂજા વિધિ કરાવવામાં આવશે. આ સાથે હવેલી મંદિરમાં બિરાજમાન સમાજના કુળદેવી વાઘેશ્વરી માતાજી, વિઘ્નહર્તા ગણેશજી, સંત શિરોમણી પૂજ્ય બજરંગદાસ બાપા તેમજ ગીરીરાજજીનું વિશેષ પૂજન અર્ચન પણ કરવામાં આવશે. આ પ્રસંગે અલૌકિક વ્રજ કમળ મનોરથના દર્શન ખુલ્લા મુકાશે. આ સાથે તમામ દેવ દેવીઓને અન્નકૂટ ધરાશે. કળથયાત્રામાં સામેલ થનાર કુમારીકાઓને હવેલીના બેઝમેન્ટમાં મુખ્ય મનોરથી પરિવારના હસ્તે સ્મૃતિ ભેટનું વિતરણ કરવામાં આવશે. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે ટ્રસ્ટીઓ સર્વશ્રી નરેન્દ્રભાઈ ભગવાનજીભાઈ ધોળકિયા લાઠીદડવાળા તેમજ શ્રી જતીનભાઈ આર કુકડીયાના માર્ગદર્શન હેઠળ કમિટી મેમ્બર્સ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે. ભાવનગર શહેર જિલ્લા સમસ્ત સોની સમાજ તેમજ સોની સમાજની તમામ યુવા સંસ્થાઓના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ તેમજ સમસ્ત જ્ઞાતિબંધુઓને આ શોભાયાત્રામાં જોડાવવા કમિટી દ્વારા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.
Recent Comments