સાવરકુંડલા શહેરમાં આવેલ લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર ખાતે ચાલતાં આરોગ્યલક્ષી સેવા યજ્ઞમાં પ્રામાણિકતાનું મોરપીંછ પણ ઉમેરાયેલું જ છે. સાવરકુંડલા ખાતે આવેલ આરોગ્ય ક્ષેત્રે અનોખી ઓળખ પ્રસ્થાપિત કરતી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના કર્મચારીઓ પણ સંસ્થાના લોગો સમાન સત્ય, પ્રેમ, કરુણા, ભરોસોના સૂત્રને સાર્થક કરતાં જોવા મળ્યા.
વાત જાણે એમ છે કે સાવરકુંડલાના પ્રતિષ્ઠિત રઘુવંશી સમાજના અગ્રણી પરાગભાઈ માનસેતાએ આ આરોગ્ય મંદિરની મુલાકાત લીધી હતી આ સમયે તેમની એક સિધ્ધ કરેલી નંગની વીંટી પડી ગયેલ જે અહીં સિક્યોરિટી કર્મચારીઓ તરીકે ફરજ બજાવતા ગૌતમભાઈ જેબલીયા અને સુરેશભાઈ વાળાને મળતાં તેમણે આ વીંટીના મૂળ માલિક પરાગભાઈ માનસેતાનો સંપર્ક સાધી તેને પરત કરતાં પરાગભાઈ માનસેતાએ ખુશીની લાગણી સાથે આભાર માન્યો હતો. વાત ખાલી વીંટીની નથી પણ ખરી વાત તો કર્મચારીઓની પ્રમાણિકતાની છે.. આમ અહીંના કર્મચારીઓ પણ સતત મહેનતું અને પ્રામાણિક અને ભરોસાપાત્ર છે એવી પરાગભાઈ માનસેતાએ એક પ્રતિક્રિયામાં જણાવ્યું હતું કે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર એટલે તમામ માટે આરોગ્ય ક્ષેત્રે એક આશીર્વાદ રૂપ સુવિધા ધરાવતું આરોગ્યધામ. ખરેખર સાવરકુંડલા શહેરના અહોભાગ્ય જ કહેવાય કે આવી દદીઁઓએ નારાયણનું સ્વરૂપ સમજી સસ્મિત દર્દીઓની નિશુલ્ક સારવાર કરતી સંસ્થા ઉપલબ્ધ છે. આ સંસ્થાના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડો. પ્રકાશ કટારીયા તથા સમગ્ર કર્મચારીગણ સંસ્થાના ટ્રસ્ટીઓનાં માર્ગદર્શન હેઠળ ગાંધી વિચારને વ્યાપકપણે પ્રસરાવવા સતત પ્રતિબદ્ધત રહે છે તેનું આ જીવંત ઉદાહરણ છે.


















Recent Comments