fbpx
ગુજરાત

જામનગરમાં ગોચર જમીન પર દબાણ કરનારા આરોપીની પોલીસે ધરપકડ કરી

જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ ખોટો વેચાણ કરાર બનાવી તથા સરકારી જમીનો પર દબાણ કરનાર ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જામનગર જીલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ એ ખોટો વેચાણ કરાર બનાવી તથા સરકારી જમીનો પર દબાણ કરનાર ઇસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા સૂચના આપી હતી. આ સૂચનાના પગલે નાયબ પોલીસ વડા આર.બી.દેવધા ના માર્ગદર્શન મુજબ પંચકોષી એ. ડિવીઝન ના પો.ઇન્સ એમ.એન.શેખ એ જામનગરના ચકચારી ગેંગરેપના આરોપી હુશેન ગુલમામદ શેખ અને તેના સાગરીતની મોટા થાવરીયા ગામની સરકારી ગૌચરની જમીન દબાણ કરી હતી, જે દબાણ દુર કરાવ્યુ હતું.

આરોપી હુશેન ગુલમામદ શેખે આરોપી અફઝલ સિદિક જણેજા સાથે સાંઠગાંઠ કરી મોટા થાવરીયા ગામની ગૌચરની જમીનો ના ખોટો વેચાણ કરાર બનાવી સરકારી ગૌચરની જમીન પચાવી પાડવાના બદ ઇરાદે ગુન્હાહીત કાવતરુ રચી મોટા થાવરીયા ગ્રામ પંચાયત પાસેથી મકાન વેરા પહોંચ મેળવી ખોટા વેચાણ કરારનો ખરા તરીકે ઉપયોગ કર્યો હોવાનું સામે આવ્યું હતું. આ અને જાબુડા પાટીયા પાસે ઉપરોકત આરોપી અફઝલ સિદિક જુણેજા ઉભેલો હોવાના અને રાજકોટ જવા માટે વાહન શોધી રહ્યો હોવાના સમાચાર મળતાં જ આરોપી અફઝલને પકડી પંચકોશીએ ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો છે અને વધુ પુછપરછ હાથ ધરી છે. ત્યારે મુખ્ય સૂત્રધાર હુસેન શેખ ગેંગરેપના ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો છે.

Follow Me:

Related Posts