અમરેલી

ગુજરાત રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો શંખનાદ ફૂંકાતા રાજકીય પરિસ્થિતિમાં સક્રિયતા વધી રહી છે. વિવિધ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત સાથે ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો

આ સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા માનનીય કાયદા અને ન્યાયમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાના દૃઢ અને દિશાદર્શી નેતૃત્વ હેઠળ અમરેલી જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. સંગઠનશક્તિ, સુવ્યવસ્થિત આયોજન અને વિકાસલક્ષી દૃષ્ટિકોણને ધ્યાનમાં રાખીને પાર્ટીએ યોગ્ય ઉમેદવારો પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
અમરેલી જિલ્લા પંચાયતની ચિતલ બેઠક માટે પટેલ સમાજના અગ્રણીઓમાં સ્થાન ધરાવતા અને સામાજિક ક્ષેત્રે સક્રિય સેવાભાવી વ્યક્તિત્વ ધરાવતા જયંતીભાઈ દેસાઈના ધર્મપત્ની શ્રીમતી વિલાસબેન દેસાઈને ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેમની પસંદગી પાર્ટીના લોકવિશ્વાસ અને સમાજમાં તેમની સકારાત્મક છબીનું પ્રતિબિંબ છે.
જયંતીભાઈ દેસાઈનું મૃદુ સ્વભાવ, સર્વસમાવેશક દૃષ્ટિ અને લોકો સાથે સંવાદ સાધવાની ક્ષમતા તેમને લોકપ્રિય બનાવે છે. તેમના માર્ગદર્શન હેઠળ વિલાસબેન દેસાઈ પણ સમાજસેવાના માર્ગે આગળ વધીને “સશક્ત અમરેલીથી સશક્ત ગુજરાત”ની કલ્પનાને સાકાર કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વિલાસબેન દેસાઈની ઉમેદવારી જાહેર થતાં જ સમગ્ર ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહની લાગણી પ્રસરી ગઈ હતી. લોકોએ તેમને વિજયી બનાવવા માટે શુભેચ્છાઓ પાઠવી વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે તેઓ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે સક્રિય ભૂમિકા નિભાવશે.

Related Posts