અમરેલી

ખાખી ની હાજરી જ સુરક્ષા નો સૌથી મોટો નો સંદેશ છે, દામનગર હોમગાર્ડ સ્થાપના દિન ની નાયબ મામલતદાર કલાણી ની અધ્યક્ષતા માં ઉજવણી 

દામનગર શહેર માં હોમગાર્ડ સ્થાપના દિન ની ઉજવણી નાયબ મામલતદાર કલાણી ની અધ્યક્ષતા માં યોજાય સમગ્ર શહેર ના મુખ્ય રાજ માર્ગો ઉપર ધ્યાનાકર્ષક પરેડ સાથે હોમગાર્ડ સ્થાપના દિન ની ઉજવણી કરાય હતી ખાખી ની હાજરી જ સુરક્ષા નો સૌથી મોટો સંદેશ માનદ સેવકો ની વિશષ્ટ કામગીરી સમય પાલન શિસ્ત બદલ સન્માન કરતા અનેકો અગ્રણી ઓ એ હોમગાર્ડ જવાનો ની સેવા સમર્પણ ને બિરદાવ્યું હતું દામનગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા એડવોકેટ હિતેશભાઈ મહેતા  શિક્ષણ સમિતિ ના ચેરમેન ધ્રુવભાઈ ભટ્ટ પૂર્વ પાલિકા પ્રમુખ ધીરૂભાઇ નારોલા સતીશગિરી કિશોરભાઈ ભટ્ટ નરેશભાઈ મકવાણા અતુલભાઈ શુક્લ ઘનશ્યામભાઈ પરમાર  સહિત અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અગ્રણી ઓની ઉપસ્થિતિ વચ્ચે છઠ્ઠી ડિસેમ્બર હોમગાર્ડ સ્થાપના કરનાર સ્વ મોરારિભાઈ દેસાઈ ની દુરંદેશી ને યાદ કરાય હતી દામનગર પોલીસ જવાનો મહિલા પોલીસ કર્મી ઓએ હોમગાર્ડ ઉજવણી માં હાજરી આપી માનદ સેવકો ની સેવા ની સરાહના કરી ઉત્સાહ વધાર્યો હતો શક્તિ પીઠ ગાયત્રી મંદિર પરિસર માં અનેક મહાનુભવો એ હોમગાર્ડ સ્થાપના દીને હાજરી આપી શ્રેષ્ટ કામગીરી બદલ હોમગાર્ડ જવાનો ને શાલ શિલ્ડ અને સન્માન પત્ર અર્પી સન્માનિત કરાયા હતા 

Related Posts