રિટાયર્ડ સેના પ્રમુખ અને પૂર્વ નરેન્દ્ર મોદી સરકારમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી લીકે સિંહને મિઝોરમના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા આરિફ મોહમ્મદ ખાન બિહારના રાજ્યપાલ, અજય કુમાર ભલ્લાને મણિપુરની કમાન સોંપાઇ પૂર્વ કેન્દ્રીય ગળહ સચિવ અજય કુમાર ભલ્લાને મંગળવાર સાંજે મણિપુરના નવા રાજ્યપાલ તરીકે નિમણૂક કરી છે, જ્યાં મુખ્યત્વે હિન્દુ મૈતેઈ બહુસંખ્યક અને ઈસાઈ કુકી સમુદાય વચ્ચે છેલ્લા એક વર્ષથી પણ વધારે સમયથી અથડામણ ચાલી રહી છે. રાષ્ટ્રપતિએ પાંચ રાજ્યો માટે રાજ્યપાલની નિમણૂક કરી છે. રિટાયર્ડ સેના પ્રમુખ અને પૂર્વ નરેન્દ્ર મોદી સરકારમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી લીકે સિંહને મિઝોરમના નવા રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા છે.
કેરલના રાજ્યપાલ આરિફ મોહમ્મદ હવે બિહારના રાજ્યપાલ હશે, જ્યારે બિહારના રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અલેંકર હવે કેરલના રાજ્યપાલ હશે. રાષ્ટ્રપતિએ રઘુબર દાસને ઓડિશાના રાજ્યપાલ પદેથી રાજીનામો સ્વીકાર કરી લીધો છે. તેમની જગ્યાએ મિઝોરમના રાજ્યપાલ ડો. હરિ બાબુ કંભમપતિને ઓડિશાના નવા રાજ્યપાલ તરીકે નિયુક્તિ કરી છે. જે રાજ્યોના રાજ્યપાલની નિયુક્તિ થઈ છે, તેમાં અજય કુમાર ભલ્લાની નિયુક્તિ મણિપુર | ગવર્નર તરીકે ખૂબ જ મહત્વનું છે. અજય કુમાર ભલ્લા પૂર્વ ગળહ સચિવ છે, જે થોડા સમય પહેલા જ રિટાયર થયા હતા. મણિપુરમાં હિંસાની સ્થિતિ પર કાબૂ મેળવવા માટે ભારત સરકારે જે શાંતિ પ્રક્રિયા રણનીતિ તૈયાર કરી, તેમાં અજય કુમાર ભલ્લાની ભૂમિકા ખૂબ જ મહત્વની હતી, તેઓ એ સમયે ગળહ સચિવ હતા. ગળહ મંત્રાલયે અજય કુમાર ભલ્લાના કાર્યકાળને એક્સટેન્શન પણ આપ્યું હતું. ગળહમંત્રી અમિત શાહના કાર્યકાળ દરમ્યાન અજય કુમાર ભલ્લા ગળફ સચિવ હતા.


















Recent Comments