દામનગર ભાજપ નેતા નું જાહેર રસ્તા નું દબાણ થોડું હટે ? લેન્ડ ગ્રેબીગ ના કેસ માં દબાણ હટાવવા નો હુકમ ભલે જિલ્લા કલેકટર અમરેલી એ કર્યો.

દામનગર શહેર માં રાજકીય વગ ધરાવતા નેતા એ જાહેર રસ્તો બંધ કરી ગેરકાયદેસર મકાન બનાવતા ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ લેન્ડ ગ્રેબીગ તળે ઓન લાઇન અરજ ૪૧૩૦૩૨૨૦૦૦૬૪૬૪ થી અરજ કરતા ગત તા નં ચિ/જમન/૨/લેન્ડ ગ્રેબીગ/વશી/૬૪૬૪/૨૦૨૩ થી તારીખ ૦૮/૦૪/૨૩/૨૪ નિવાસી કલેકટર શ્રી અમરેલી એ લેન્ડ ગ્રેબીગ ની તા.૧૯/૦૪/૨૩ ની બેઠક માં જિલ્લા કક્ષા ની કમિટી એ જાહેર રસ્તા નું દબાણ પાલિકા અધિનિયમ હેઠળ દૂર કરવા હુકમ કરેલ આ હુકમ સંદર્ભ માં પાલિકા તંત્ર એ શું પગલાં લીધા ? જિલ્લા કલેકટર અમરેલી ની અધ્યક્ષતા માં રસ્તા ઉપર નું દબાણ દૂર કરવા ના હુકમ અંગે અમલ નહિ થતા ગત તા.૧૮/૧૨/૨૪ જિલ્લા કલેકટર અમરેલી ને લેખિત રજુઆત દામનગર નગર પાલિકા ને ગત તા.૨૩/૧૦/૨૪ ને લેન્ડ ગ્રેબીગ ના હુકમ ના અમલ અંગે રજુઆત કરાય છે પણ રાજકીય શાસક પક્ષ ના નેતા નું દબાણ હટાવવા ની હિંમત તંત્ર માં નથી ? લેન્ડ ગ્રેબીગ ના હુકમ સામે કોઈ સક્ષમ કોર્ટ નો મનાઈ હુકમ છે ? નથી પણ પાલિકા ની દાનત સાફ નથી પાલિકા ના પૂર્વ સભ્ય હોવા થી દબાણ કરાવવા પાલિકા તંત્ર આશીર્વાદ હોય તેમાં લેન્ડ ગ્રેબીગ નો કાયદો શુ કરે ? સતધારી પક્ષ ના ફાયદા હોય એજ કાયદો આખરે લેન્ડ ગ્રેબીગ કાયદા છે તો શાસક પક્ષ જાહેર રસ્તા ઉપર પાલિકા ના પૂર્વ સદસ્ય અને પાલિકા ના કર્મચારી નું મકાન થોડું હટે ? લેન્ડ ગ્રેબીગ નો હુકમ ભલે થયો હોય જોરશોર થી લેન્ડ ગ્રેબીગ નો હાઉ ઉભો કરાયો પણ અમલ ક્યારે ? જેવા અનેક સવાલ કરતા અરજદાર ને ન્યાય મળશે ખરો ?
Recent Comments