ભાવનગર

ગુજરાતી કવિતાક્ષેત્રનો પ્રતિષ્ઠિત એવોર્ડ કવિશ્રી હર્ષ બ્રહ્મભટ્ટને આજે સાંજે ગોપનાથ ખાતે એનાયત થશે

વર્ષ 2025ના વર્ષનો આદ્ય કવિ નરસિંહ મહેતા એવોર્ડ પૂ મોરારીબાપુ દ્વારા સર્જક કવિ હર્ષ બ્રહ્મભટ્ટને અર્પણ થશે.

તળાજા તાલુકાના મોટાગોપનાથ મહાદેવ તીર્થસ્થળ ખાતે પૂ.મોરારિબાપુના કંઠે ગત શનિવારથી શ્રીરામકથાનો પ્રારંભ થયો છે. અહીં તા. 6  ઓક્ટોબર ને સોમવારે સાંજના 5.30 કલાકે ગુજરાતના વરિષ્ઠ સર્જકો, કવિઓ, વિદ્વાનોની ઉપસ્થિતિ સાથે આ એવોર્ડ એનાયત થશે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતના કવિતાક્ષેત્રમાં પ્રતિષ્ઠિત ગણાતા આ એવોર્ડમાં નરસિંહ મહેતાની ધાતુની પ્રતિમા,સન્માનપત્ર,શાલ, રૂ.1,51,000/-ની સન્માન રાશિનો સમાવેશ થાય છે.

શરદપૂર્ણિમાની ઢળતી સાંજે ગોપનાથના સમુદ્ર કિનારે પ્રવાહિત થઈ રહેલી રામકથાના કથામંડપમાં આ એવોર્ડથી કવિશ્રીને પોખવાનો રૂડો અવસર રચાયો છે.

અત્રે એ નોંધનીય છે કે સને 1999 ના વર્ષથી નરસિંહ મહેતા એવોર્ડ પ્રતિવર્ષ શરદપૂનમની સાંજે એક વિદ્યમાન ગુજરાતી ભાષાના કવિને અર્પણ કરીને વંદના કરવામાં આવે છે.

Related Posts