અમરેલી

અમરેલી જિલ્લા નું ગૌરવ વિમલ મહેતાને મળ્યો ગુજરાત સરકારનો સર્વોચ્ચ સન્માન “ગુજરાત ગૌરવ પુરસ્કાર”

અમરેલી જિલ્લા નું ગૌરવ વિમલ મહેતાને મળ્યો ગુજરાત સરકારનો સર્વોચ્ચ સન્માન ગુજરાત ગૌરવ પુરસ્કાર ગુજરાતનાં ઈતિહાસમાં અમરેલી જિલ્લાને સંગીતક્ષેત્રે સૌ પ્રથમ વખત “ગુજરાત ગૌરવ” પુરસ્કાર લાવી અને વિમલભાઈ મહેતાએ અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યુ અમરેલી જિલ્લાના લીલીયાના વતની લોકલાડીલા ગાયક શ્રી વિમલભાઈ મહેતાને તાજેતર માં સંગીત ક્ષેત્રે ગુજરાત ગૌરવ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી. તેમાં ગુજરાતના ઈતિહાસમાં અમરેલી જિલ્લામાં સૌ પ્રથમવાર વિમલભાઈ મહેતાની સંગીત ક્ષેત્રે આ પુરસ્કારમાં પસંદગી થતા સમગ્ર અમરેલી જિલ્લાની ગૌરવ સમાન ઘટના બની છે.અત્રે ઉલ્લેખનીય છે કે વિમલભાઈ મહેતા એ ટુંક સમયમાં સંગીત અને કલા ક્ષેત્રે ખુબ મોટી સફળતા પ્રાપ્ત કરી છે અને તેઓ દેશ અને વિદેશમાં પણ ભારતીય કલા ક્ષેત્ર અને સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સતત પ્રયત્નશીલ છે. તેઓએ અમેરીકા,કેનેડા,ઇંગ્લેન્ડ, કુવૈત, કેન્યા, તાન્ઝાનીયા જેવા દેશોમાં અતિ સફળ કાર્યક્રમો પ્રસ્તુત કર્યા છે. તેમજ નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે સુંદર રજુઆત કરી છે.આગામી દિવસોમાં વિમલભાઈ મહેતાને ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે આ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવશે ત્યારે અમરેલી જિલ્લાના ઉભરતા કલાકારો માટે વિમલભાઈ મહેતા એક પ્રેરણા દાયક વ્યકિતત્વ બની રહેશે.અમરેલી જિલ્લાના સંગીત પ્રેમીઓમાં આ સમાચારથી આનંદની લાગણી પ્રસરી છે.

Related Posts