કરજાળા ગામ તથા કરજાળા પ્રાથમિક શાળાને આજે ગૌરવ અનુભવનારો અવસર પ્રાપ્ત થયો છે. કરજાળા ગામના પ્રાથમિક શાળાના તેજસ્વી અને પ્રતિભાશાળી ભૂતપૂર્વ વિદ્યાર્થી ચિરાગકુમાર વિઠ્ઠલભાઈ વાડદોરીયાની સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ગુજરાત સરકારમાં કાયદા અધિકારી (વર્ગ-૨) તરીકે નિમણૂંક થવાથી આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
ચિરાગકુમારે કરજાળા ગામની પ્રાથમિક શાળામાંથી પાયાનું શિક્ષણ મેળવી પોતાના ઉજ્જવળ ભવિષ્યના મજબૂત પાયાની રચના કરી. ગામની શાળામાં મળેલા સંસ્કાર, શિક્ષકોના માર્ગદર્શન અને પોતાના અભ્યાસ પ્રત્યેની અખૂટ લગન, મહેનત અને કાર્યક્ષમતાના બળે તેમણે સતત આગળ વધીને ગાંધીનગર સુધી જવાબદારીપૂર્ણ હોદો પ્રાપ્ત કર્યો છે.આ સિદ્ધિ માત્ર ચિરાગકુમારની વ્યક્તિગત સફળતા નથી, પરંતુ કરજાળા ગામ, પ્રાથમિક શાળા, શિક્ષકો તેમજ સમગ્ર ગ્રામજનો માટે ગૌરવની બાબત છે. તેમનો જીવન પ્રવાસ આજની પેઢી માટે પ્રેરણારૂપ છે કે ગામડાની શાળામાંથી શિક્ષણ મેળવીને પણ ઉચ્ચ હોદ્દો પ્રાપ્ત કરી શકાય છે.
અમે ચિરાગકુમાર વિઠ્ઠલભાઈ વાડદોરીયાને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક અભિનંદન પાઠવીએ છીએ તથા તેઓ પોતાની જવાબદારીને નિષ્ઠા અને ઈમાનદારીપૂર્વક નિભાવે અને કરજાળા ગામનું નામ વધુ ઉજ્જવળ કરે તેવી શુભકામનાઓ વ્યક્ત કરીએ છીએ.


















Recent Comments