સમગ્ર રાજ્યમાં તા. ૦૭થી ૧૫ ઓક્ટોબર દરમિયાન ઉજવાઈ
રહેલા વિકાસ સપ્તાહ અંતર્ગત શનિવારે અમરેલી તાલુકાના સરંભડા મુકામે વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી અને
અમરેલી-વડિયા-કુંકાવાવના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયાના અધ્યક્ષ સ્થાને વિકાસ સપ્તાહ અંતર્ગત કાર્યક્રમ
યોજાયો હતો. કાર્યક્રમમાં ગ્રામજનોએ વિકાસરથનું ઉત્સાહભેર સ્વાગત કર્યુ હતું.
આ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી સહિતના મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને ગંગા સ્વરૂપા
વિધવા પેન્શન સહાય યોજનાના હૂકમ, એન.એફ.એસ યોજનાના લાભાર્થીઓને રાશન કિટ વિતરણ કરવામાં આવી
હતી.
કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલિન મુખ્યમંત્રી તરીકે ૦૭ ઓક્ટોબર, ૨૦૦૧ના રોજ રાજ્યની ધૂરા સંભાળી તેના
ઉપલક્ષ્યમાં પ્રતિ વર્ષ ૦૭-૧૫ ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઉજવવાનું નિયત થયેલું છે.
વડાપ્રધાનશ્રીએ કંડારેલી વિકાસની કેડી દ્વારા જનસુખાકારીમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા
અમરેલી જિલ્લામાં અવિરત વિકાસ કાર્યો થઈ રહ્યા છે. અમરેલી વિધાનસભાના ૧૩ ગામોમાં માટે નવા પંચાયત
ભવન બનાવવા તાજેતરમાં જ મંજૂરી આપી છે. વિધાસભાના તમામ ગામોમાં પંચાયતના કામ માટે નવા ભવન
તૈયાર થશે. રાજ્ય સરકારે અમરેલી વિધાનસભામાં સમાવિષ્ઠ ગામોમાં આરોગ્ય-પંચાયત અને શિક્ષણની સુવિધા માટે
ઉદાર હાથે નવા બિલ્ડીંગ મંજૂર કર્યા છે, જેના દ્વારા વિકાસની નવી કેડી કંડારાઈ છે.
Page 2 of 5
વિકાસકાર્યોની આ હરણફાળમાં મુક્તમને અમરેલી જિલ્લાના વિકાસકાર્યોની ભેટ આપવા માટે તેમણે રાજ્યના
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રીએ અમરેલીની તમામ
માંગણી ગ્રાહ્ય રાખી છે. સરંભડા ગામના બે છેડાને જોડતો પૂલ જેનું આગામી સમયમાં લોકાર્પણ થવાનું છે, તે
ગામની વચ્ચે આવેલો હોવા છતાં પંચાયતની વિકાસકાર્યોની મર્યાદા બહાર રાજ્ય સરકારમાંથી રૂ. ૦૭ કરોડના ખર્ચે
મંજૂરી મેળવી બાંધવામાં આવ્યો છે. આ પ્રકારના જટીલ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનો સંકલ્પ અને
સિદ્ધી પ્રવર્તમાન સરકારમાં જ શક્ય છે.
કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અર્પણ ચાવડાએ પ્રાસંગિક સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિકાસને
છેવાડાના માનવી સુધી પહોંચાડવા અને વિકાસકાર્યોને સંતૃપ્તિ સુધી લઈ જવાની રાજ્ય સરકારની નેમ છે, જેના માટે
તંત્ર દિવસરાત પ્રયત્નશીલ છે. કાર્યક્રમમાં સ્થાનિક નકલંક સખી મંડળના સભ્યશ્રી જાગૃતિ બહેને રિવોલ્વીંગ ફંડ પ્રાપ્ત
કરવા બદલ સરકારનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી કિશોરભાઈ કાનપરિયા, જિલ્લા પંચયતાના સભ્ય શ્રી શંભુભાઈ મહિડા,
તાલુકા પંચાયતની ન્યાય સમતિના ચેરમેન શ્રી પ્રવિણભાઈ ચાવડા, સભ્ય શ્રી આશિષભાઈ અકબરી, મામલતદાર શ્રી
વરુ, તાલુકા વિકાસ અધિકારી શ્રી કટેશિયા ઉપરાંત આરોગ્ય, પંચાયત, મહિલા અને બાળ વિકાસ વિભાગના
અધિકારીશ્રી અને કર્મયોગીઓ, સરંભડા અને આસપાસના ગામના સરપંચશ્રીઓ તેમજ વિધાર્થીઓ અને ગ્રામજનો
ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલનશ્રી દિગંત ઉપાધ્યાયે કર્યુ હતું.
Recent Comments