ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મીને આજીવન કેદની સજા ૫૦,૦૦૦ નો દંડ પણ ફટકારવામાં આવ્યો

બનાસકાંઠાના અમીરગઢ તાલુકામાં ત્રણ વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો ભયાનક બનાવ બન્યો હતો. વર્ષ ૨૦૨૨માં નોંધાયેલી ફરિયાદ બાદ પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટે આરોપી મોતી ચૌહાણને પુરાવાના આધારે આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ ૫૦,૦૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. કોર્ટે પુરાવા અને સરકારી વકીલની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખીને આ ચુકાદો સંભળાવ્યો છે. દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા મળી છે અને આ સજાને લઈને મોટું એલાન થયું છે. દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૨માં નોંધાઇ હતી. અમીરગઢ તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં ત્રણ વર્ષની બાળકી પર દુષ્કર્મ થયું હતું. પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. પુરાવા અને સરકારી વકીલની દલીલોને કોર્ટે ગ્રાહ્ય રાખી છે અને આ મોટો ચુકાદો આપ્યો છે.
આરોપીને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આરોપી મોતી ચૌહાણને આજીવન કેદ સહિત ૫૦,૦૦૦ નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. અમીરગઢ પંથકમાં જે ત્રણ વર્ષ પહેલા એક દુષ્કર્મની ઘટના બની હતી ત્રણ વર્ષની એક બાળકી પર દુષ્કર્મની ઘટના બની હતી અને જેને લઈને પાલનપુર તાલુકા પોલીસ મથકે ૨૦૨૨માં ફરિયાદ નોંધાઈ હતી. પાલનપુર તાલુકાનો જે શ્રમિક પરિવાર છે તે ખેતરમાં જે પ્રકારની મજૂરી કરી અને પોતાનું ગુજરાન ચલાવતો હતો. ઘટનાના દિવસે આરોપી બાળકી જ્યાં રમતી હતી ત્યાં પહોંચ્યો હતો. મોતીભાઈ ચૌહાણ નામના આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો હતો. જાે કે આ તમામ જે બાબતોની મેડિકલ રીપોર્ટને લઈને જેના આધારે પાલનપુર તાલુકા મથકે પોક્સોની ફરિયાદ દાખલ થઈ હતી અને પોલીસે જે બાબત કાર્યવાહી કરી હતી અને પાલનપુરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચાલ્યો હતો. જાે કે સરકારી વકીલોની દલીલને આધારે જે આરોપી મોતી ચૌહાણ છે તેને આજીવન કેદની સજા ફટકારી છે અને ૫૦,૦૦૦ નો દંડ પણ ફટકારાયો. આ ચુકાદો પુરાવા ગ્રાહ્ય રાખીને સજા ફટકારવામાં આવી છે. પાલનપુર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં આ કેસ ચલાવાયો હતો અને હવે ત્રણ વર્ષની બાળકીના દુષ્કર્મીને આજીવન કેદની સજા થઇ છે.
Recent Comments