સુરત ભાજપ મહિલા મોર્ચાના નેતા દિપીકા પટેલની આત્મહત્યાના ચાર દિવસ બાદ પણ આત્મહત્યા શા માટે કરી તેનું રહસ્ય ઘેરાયેલું છે. ઘટનાના પ્રથમ દિવસથી જ શંકાના દાયરામાં રહેલા કોર્પોરેટર ચિરાગ સોલંકીની એક વાર પૂછપરછ થયા બાદ આજે પોલીસે ફરી બોલાવી પૂછપરછ હાથ ધરી છે. સુરત ભાજપ મહિલા નેતાના આપઘાત પહેલા તેના ઘરે આવેલો ચિરાગ સોલંકી હાથમાં સર્જિકલ ગ્લોવઝ પહેરીનો પહોંચ્યો હોવાનું સામે આવ્યું છે. દિપીકા પટેલ આપઘાત મામલે કોર્પોરેટર ચિરાગ સોલંકીને પૂછપરછ માટે અલથાણ પોલીસ સ્ટેશન બોલાવાયો છે. ચિરાગ સોલંકીની સતત પૂછપરછ હાથ ધરાઈ છે. દિપીકા સાથે કલાકો વાત કરી હોવાની પ્રાથમિક વાત સામે આવી રહી છે.
દિપીકા આપઘાત કેસને ખટોદરા પોલીસ મથકના પીઆઇ રબારીને સોંપાયો છે. ખટોદરા પોલીસ મથકના પીઆઇએ ચિરાગ સોલંકીની પૂછપરછ શરૂ કરી છે. જે રીતે દિપીકાના આપઘાત બાદ એક પછી એક સૌ પ્રથમ ચિરાગ સોલંકીનું નામ સામે આવી રહ્યું છે તેને લઇ પૂછપરછ ચાલુ છે. વોર્ડ નં. ૩૦નાં ભાજપ ના મહિલા મોરચાના ૩૪ વર્ષીય પ્રમુખ દીપિકા પટેલના આપઘાત કેસમાં પહેલા દિવસથી કોર્પોરેટર ચિરાગ સોલંકીની ભૂમિકા પોલીસને શંકાસ્પદ લાગી રહી છે. રવિવારે બપોરે દીપિકાએ ચિરાગને ફોન કરીને કહ્યું હતું કે, હું આપઘાત કરું છું. ગણતરીની મીનિટોમાં જ ચિરાગ દીપિકાના ઘરે સર્જીકલ ગ્લોવ્ઝ પહેરીને પહોંચ્યો હતો, જે કોઈ ચોક્કસ પ્લાનિંગનો ભાગ બતાવતું હોવાનું મનાય છે. દીપિકાએ દુપટ્ટા વડે ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી તે લટકી રહી હતી. ચિરાગે દીપિકાને લટકતી હાલતમાંથી નીચે ઉતારી હતી. ત્યાર બાદ જે દુપટ્ટો હતો એને કબાટમાં મૂકી દીધો હતો અને ડોક્ટર આકાશને બોલાવ્યા હતા. ત્યાર બાદ અન્ય એક ડોક્ટર સુનીલને બોલાવ્યા હતા. સુરત ની હ્લજીન્ ટીમ દ્વારા દિપીકા પટેલના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. હ્લજીન્એ ઘરનાં અલગ અલગ સેમ્પલો લીધાં છે. આ સાથે જ જે પંખા સાથે દુપટ્ટો બાંધીને દિપીકા પટેલે આપઘાત કર્યો હતો, એ પંખો અને દુપટ્ટો પણ કબજે લેવામાં આવ્યો છે. આ સાથે જ દિપીકા પટેલના ઝ્રડ્ઢઇ પણ મગાવવામાં આવ્યા છે. કોલ ડિટેઇલ અને વધુ વિગતો મળ્યા બાદ માહિતી સામે આવશે તથા આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.


















Recent Comments