અમરેલી

સમગ્ર ગુજરાતમાં રેડક્રોસ પ્રવૃતિને ઉજાગર કરવા ભ્રમણ કરી રહેલા ‘રેડક્રોસ રથ‘નું સાવરકુંડલા ખાતે આગમન

ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા એક ‘રેડક્રોસ રથ’ સમગ્ર ગુજરાતમાં રેડક્રોસ પ્રવૃત્તિ ને ઉજાગર  કરવા ભ્રમણ કરી રહ્યું છે અને રેડક્રોસની માનવતા સભર પ્રવૃત્તિઓનો પ્રચાર પ્રસાર કરી અને લોકોને, વિદ્યાર્થીઓને તેમાં જોડવાનું કાર્ય થઈ રહ્યું છે. તારીખ ૪ મે ૨૦૨૫ રવિવારના રોજ આ રથનું સાવરકુંડલા નગર ખાતે આગમન થયું હતું. જેનું રેડક્રોસ સાવરકુંડલા બ્રાન્ચ દ્વારા પુષ્પોથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રેડક્રોસ સાવરકુંડલા બ્રાન્ચ ના પ્રમુખ સેક્રેટરી તથા કાર્યકારી સભ્યો તથા વી.ડી. કાણકીયા કોલેજના આચાર્ય, કો-ઓર્ડીનેટર તથા યુથ રેડક્રોસ ક્લબના વિદ્યાર્થીઓ દ્વારા આ રથનું પુષ્પોથી સ્વાગત કરવામાં આવ્યું અને ત્યારબાદ મહુવા રોડ સ્થિત ડૉ. જે. એસ. પીપળીયા ની હોસ્પિટલ ખાતે એક અભિવાદન સમારંભ યોજાયો હતો. રેડક્રોસ સોસાયટી ના ચેરમેન ડૉ. જે.બી. વડેરા , સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ, વાઇસ ચેરમેન ડૉ.જે. એસ. પીપળીયા, એક્ઝીક્યુટીવ મેમ્બર ડૉ. આર. જે. રાવલ, ડૉ. અંકિત સંઘવી  ડૉ. બી.એલ. દોશી તથા કાણકીયા કોલેજના આચાર્ય ડૉ. એસ. સી. રવિયા તેમજ યુથ રેડક્રોસ કો-ઓર્ડીનેટર ડૉ. દેસરાણી તથા રેડક્રોસ સ્વયંસેવક મહિલા પાંખના બહેનો અને કાણકીયા કોલેજના વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
રેડક્રોસ ગુજરાત તરફથી પ્રકાશભાઈ, જીગરભાઈ, ભાવિનભાઈ ‘રેડક્રોસ રથ’ ની સાથે સૌરાષ્ટ્ર ભ્રમણ પર છે. તેઓનું પુષ્પગુચ્છ અને શાલ ઓઢાડીને અભિવાદન કરવામાં આવ્યું.  જે રથનું સાવરકુંડલા ખાતે પુષ્પ વૃષ્ટિ થકી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મેહુલ વ્યાસ ના ધર્મ પત્ની શ્રીમતી પૂજાબેન વ્યાસ દ્વારા રથની આરતી કરવામાં આવી.  ડો. જે. બી. વડેરા એ રેડક્રોસ નો પરિચય આપ્યો અને ઉપસ્થિત તમામને શપથવિધિ કરાવી અને રેડક્રોસના પાયાના સાત સિદ્ધાંતોના પાલન માટે કટિબદ્ધ કર્યા. વી.ડી. કાણકીયા કોલેજના આચાર્ય એસ. સી. રવિયા એ રેડક્રોસ અને કોલેજના અતૂટ સંબંધને વધુ ઘનિષ્ઠ બનાવવા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તેવું પ્રેરક ઉદબોધન કર્યું. રથ સાથે આવેલા મહેમાનોને સ્ટેટ બ્રાંચ  માટે રેડક્રોસ-સાવરકુંડલા બ્રાન્ચ ની સ્મૃતિ એક મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રેડક્રોસ સાવરકુંડલા બ્રાન્ચ ના સેક્રેટરી મેહુલભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમને સફળ બનાવવા તમામ સભ્યો તથા યુથ રેડક્રોસ ના સભ્યોએ ખાસ જહેમત ઉઠાવી. મહિલાઓમાં નીતિબેન સંઘવી, વકીલ કલાબેન ત્રિવેદી, ઇલાબેન વાઢેર, સોનલ બેન ભટ્ટ, પદ્માબેન ખત્રી, સાબેરાબેન બેલિમ વગેરે હાજર રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સાવરકુંડલા તાલુકા રેડ ક્રોસ બ્રાન્ચ ના ૨૦ વર્ષ પૂર્ણ થયેલ છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts