૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીનું રિહર્સલ નિવાસી અધિક કલેકટર ઉપસ્થિતમાં કરાયું
૭૬મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ વિભાગના મંત્રીશ્રી ડૉ. કુબેરભાઇ ડીંડોરની અધ્યક્ષતામાં સિહોર ખાતેનાં છાપરી રોડ, ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાનાર છે.આ પ્રજાસત્તાક પર્વની ઉજવણી સુચારૂં રીતે યોજાય તે માટેનું રિહર્સલ નિવાસી અધિક કલેકટરશ્રી એન. ડી. ગોવાણીની ઉપસ્થિતિમાં છાપરી ક્રિકેટ ગ્રાઉન્ડ સિહોર ખાતે યોજવામાં આવ્યું હતું.આ રિહર્સલમાં નિવાસી અધિક કલેકટરશ્રીએ જિલ્લામાં મંત્રીશ્રીનું આગમન, ધ્વજવંદન, પોલીસ ટૂકડી દ્વારા સલામી અને રાષ્ટ્રગાન, પરેડ નિરીક્ષણ, ઉદબોધન, સહિતનાં આયોજનોનું રિહર્સલ નિહાળી નિરીક્ષણ કર્યું હતું.
નિવાસી અધિક કલેકટરશ્રીએ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા યોજાનાર પરેડ નિહાળી હતી. આ ઉપરાંત કાર્યક્રમનાં દિવસે પદાધિકારીશ્રી/ અધિકારીશ્રીઓ, નાગરીકો વગેરેની બેઠક વ્યવસ્થા અંગેની જાણકારી મેળવી આ માટેની સુચારૂ વ્યવસ્થા ગોઠવવા માટેની સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપી હતી. રિહર્સલમાં પુરૂષ પોલીસ ટુકડી, મહિલા પોલીસ ટુકડી, હોમગાર્ડ હથિયારી, એન.સી.સી. કેડેટ્સ, પોલીસ બેન્ડ સહિતની ટૂકડીઓ દ્રારા પરેડ યોજવામાં આવી હતી.આ પ્રસંગે નાયબ પોલીસ અધિક્ષકશ્રી મિહિર બારૈયા, ઈ.ચા. સિહોર પ્રાંત અધિકારીશ્રી ચેતન કુમાર પ્રજાપતિ સહિતના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Recent Comments