અમરેલી

લાઠી સ્થાનકવાસી જેન સંધ માં ગોપાલ સંપ્રદાય ના પૂજ્ય સતી રત્નો આયંબિલની ઓળી માટે પધાર્યા

લાઠી સ્થાનકવાસી જૈન સંઘ  મણીનગર શ્રી સંઘ ને આંગણે લીંબડી ગોપાલ સંપ્રદાયના આજ્ઞાનુંવર્તી સરળ સ્વાભાવી બંધુ બેલડી બા. બ્ર. પ. પૂજ્ય દેવ- ધર્મ ગુરુદેવના આજ્ઞાનુવર્તી અધ્યાત્મયોગીની બા. બ. પ.પૂજ્ય લીલમ-મુક્તિ ગુરુની ના સુશિષ્યા સ્વાધ્યાય પ્રેમી બા. બ. પૂ. ઉષાજી મહાસતીજી આદી થાણા ૭ આયંબિલની ઓળી માટે પધાર્યા ત્યારે મણિનગર શ્રી સંઘમાં અનેરો આનંદ છે. 

“આહાર સંજ્ઞાથી મળે નરક -નિગોદની સજા, આયંબિલ તપ કરવાથી કર્મને લેવી પડે છે રજા. 

શ્રીપાળ-મયણાની નવ ઓળીથી ફરકી ધર્મની ધજા,આયંબિલ તપથી પ્રાપ્ત થાય છે મોક્ષ નગર ની મજા.મણીનગર સ્થાનકવાસી જૈન સંઘના સમાચાર જણાવતા આનંદ થાય છે કે મણીનગર ઉપાશ્રયમાં નવપદની ચૈત્રી ઓળી ખૂબ જ સુંદર રીતે ચાલી રહી છે અને તપસ્વીઓ રંગે સંગે આરાધના કરીને એક સુંદર માહોલ તપનો ઉભો કર્યો છે, લગભગ ૮૫ આસપાસ આયંબિલ ઓળીના આરાધકો તપના તોરણે ઝૂલી રહ્યા છે, જે મણિનગરસ્થાનકવાસી જૈન સંઘ માટે ગર્વની વાત છે. Jito દ્વારા લવાયેલા નવકાર મંત્રના કુંભનુ સ્થાપન કરી ૯ લાખ નવકાર મંત્રના જાપ પુત્રવધુ મંડળ, મહિલા મંડળ, યુવા પ્રાર્થના મંડળ તથા સંઘના તમામ શ્રાવકો દ્વારા શ્રદ્ધાપૂર્વક મહાસતીજીના  આશીર્વાદ લઈને આ ટાર્ગેટ પણ પૂરો  કરેલ છે. તે પણ મણિનગર સ્થાનકવાસી સંઘ માટે પ્રશંસનીય બાબત છે. આ સંઘના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, તેમજ કાર્યકર ભાઈઓ બહેનોએ ઉત્સાહથી સહયોગ આપેલ છે 

“વિશેષ બા.બ.પ.પૂ. મુક્તાબાઇ મહાસતીજીની જન્મજયંતી હોવાથી ૧૦૮ આયંબિલ તપની ટહેલ છે. “ખાસ ચૈત્ર સુદ પૂનમને દિવસે સાંજે ૬.૦૦થી ૧૦.૦૦ ધર્મ જાગ્રિકા રાખેલ છે. 

Follow Me:

Related Posts