સાવરકુંડલા શહેરી વિસ્તાર ના કુદરતી ઉપચાર કેન્દ્ર થી પોલીસ સ્ટેશન સુધી માં ભારતીય જનતા પાર્ટી નાં સાશન માં એક વર્ષ પહેલા આ રોડ બનાવવામાં આવેલ હતો. પરંતુ આ રોડ એક વર્ષની અંદર માં બિસ્માર હાલતમાં થયેલ છે અને આ રોડનું ખાત મુહૂર્ત સમયે ચૂંટાયેલ ઘણા નેતા હતા તેમ છતાં નબળા કામના કારણે આ રોડ બિસ્માર થયેલ છે અને આ રોડ ની ગેરંટી પીડીયર પૂર્ણ થયેલ નાં હોય ત્યારે આ રોડ બિસ્માર હાલતમાં થયેલ હોય, લોકો તેમજ વાહન ચાલકોને અવરજવર કરવામાં મુશ્કેલીઓ પડી રહી છે. જેથી આ કામગીરી હલકી ગુણવંતા અને ગાઈડલાઈન્સ વિરુધ્ધ ની નબળી કામગીરી થયેલ હોય, સરકારી નાણા નો ખોટી રીતે ઉપયોગ કરી ને ભ્રષ્ટાચાર થયેલ હોય તેવું સાબિત થાય છે
સરકારશ્રી ની ગાઈડલાઈન્સ મુજબ જેતે એજન્સી દ્વારા જે પણ કામગીરી કરવામાં આવેલ હોય, તે કામગીરી તેમની સમય મર્યાદા પહેલા ખરાબ કે બિસ્માર હાલતમાં થાય તો તેમને રીપેરીંગ કરવાની તમામ જવાબદારી કામગીરી કરતી એજન્સી ની રહેતી હોય છે. તેમ છતાં તત્ર દ્વારા આ રોડ રીપેરીંગ કરવાની દરકાર કરતુ નથી, આ કામ કરતી એજન્સી ની ડીપોઝીટ રકમ પણ નગરપાલિકા દ્વારા જમા રાખેલ હોય, ત્યારે કુદરતી ઉપચાર કેન્દ્ર થી પોલીસ સ્ટેશન સુધી નાં રોડ બિસ્માર રોડ ને રીપેરીંગ કરવાની જવાબદારી માંથી મુક્ત થઈને એજન્સી સરકારી નાણા નો ગેર વ્યય કરતી હોય જેથી આ કામગીરી કરતી એજન્સી ની ડીપોઝીટ તેમજ રીકવરી કરીને આ રોડ ને રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ સાથે પ્રાદેશિક કમિશનર શ્રી તેમજ ચીફ ઓફિસર ને પત્ર પાઠવતા વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા
સાવરકુંડલા શહેર નગરપાલિકા હસ્ત નાં કુદરતી ઉપચાર કેન્દ્ર થી પોલીસ સ્ટેશન સુધી નાં રોડ બનાવામાં આવેલ એક વર્ષ ની અંદર બિસ્માર થતા લેખિત ફરિયાદ પાઠવતા વિજયભાઈ (કનુભાઈ) ડોડીયા પ્રમુખ શહેર કોંગ્રેસ સમિતિ સાવરકુંડલા

Recent Comments