અમરેલી શહેરમાં હનુમાનપરા રોડ પર આવેલ રેલવે ફાટક નં.૨૦ ખાતે રેલવે વિભાગ દ્વારા આર.સી.સી. બોક્સ તથા એપ્રોચ રોડનુ કામ હાથ ધરવામાં આવ્યું હોવાથી અહીંથી પસાર થતાં વાહનોને હાયવર્ટ કરવા માટે વૈકલ્પિક રૂટનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રીએ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ – ૩૩ (૧) (બી) હેઠળ મળેલી સત્તાની રૂએ પ્રસિદ્ધ કરેલા જાહેરનામા મુજબ વૈકલ્પિક રૂટ-૧ અનુસાર
લાઠી-અમરેલી રોડ પર આવેલ રીલાયન્સ ટ્રેન્ડસ અને સ્માર્ટ બજારની વચ્ચે આવેલ મોહનનગરના રસ્તેથી હનુમાનપરા વિસ્તારમાંથી પસાર થવાનું રહેશે.
વૈકલ્પિક રૂટ-૨ મુજબ અમરેલી બાયપાસ રોડ પરથી રોયલ ઇન્ફીલ્ડના શો રૂમ પાસેથી પસાર થતા રસ્તેથી હનુમાનપરા રોડ પરથી પસાર થવાનું રહેશે. આ જાહેરનામું તા.૧૮/૧૦/૨૦૨૫ સુધી અમલમાં રહેશે.
Recent Comments