ભાવનગર રાજવી કુટુંબના મહારાણી નંદકુંવરબાની સ્મૃતિમાં વર્ષ ૧૯૫૧ માં સ્થાપિત રાજવી કન્યા શાળામાં હજારોથી વધુ દીકરીઓ શિક્ષિત થઈ છે. પણ તેથી વધુ વર્ષ દરમ્યાનની ૩૦ ઈત્તર પ્રવૃત્તિઓ થકી દીક્ષિત થાય છે. રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સ્પોર્ટ્સ, સાંસ્કૃતિક અભિવ્યક્તિ, એન. સી. સી., એન. એસ. એસ. પ્રોજેક્ટમાં ભાવનગરનું ગૌરવ વિસ્તારનાર શ્રી નંદકૂવરબા ક્ષત્રિય કન્યા વિધ્યાલયની ૧૫૦ થી વધુ દીકરીઓને સન્માનવાનો કાર્યક્રમ તા.૧૩ફેબ્રુઆરીએ શાળા પરિસરમાં યોજાયો. શાળા પ્રારંભથી રાજવી પરિવાર જેને ગૌરવ ગ્રંથ નામે શુશોભિત કરે છે તેમાં શાળાની ઉજ્જવળ કારકિર્દી ધરાવતી દિકરીઓના નામ અને તેની યશ ગાથા લખાય છે. વિધ્યાર્થીનીની સહી સાથેના ગ્રંથમાં શાળાની ત્રીજી પેઢીની નોંધ ભાવનગરની રાજવી પરિવારની શિસ્ત અને સંસ્કારનો દસ્તાવેજ બને છે. આચાર્ય શ્રી ડો. રાજેશ્વરીબા ગોહિલ તેમજ શિક્ષકો ને અભિનંદન ઘટે છે. ભાવનગરના બાળ મહારાજા ની તાલીમ માટે સ્થપાયેલ સ્કાઉટ પ્રવૃત્તિ સાથે જોડાયેલ ડો. નાનકભાઈ તથા અજય ભટ્ટની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ સમારંભમાં ૧૫૦ બહેનો વિશેષ રીતે પુરસ્કૃત કરાયા હતા.
નેકનામદર રાજવી કુટુંબ ના મહારાણી નંદકુંવરબાની સ્મૃતિમાં વર્ષ ૧૯૫૧ માં સ્થાપિત રાજવી કન્યા ૧૫૦ દીકરી ઓનું સન્માન

















Recent Comments