અમારા પૂતળા મુકો તો પણ જીતે તેવી શેખી મારતા સત્તાધીશો એ આધાર વગર નિરાધાર બનેલ જનતા ની વ્હારે આવવું જોઈ એ

દામનગર શહેર માં આધાર વગર નિરાધાર પંથક ની જનતા ની વ્હારે ક્યારે આવશે ? છેલ્લા ઘણા સમય થી આધાર કાર્ડ અપડેટ સેવા સદંતર બંધ હોવા થી મહત્વ ના કામો માં ફરજિયાત આધાર કાર્ડ લીક વગર ટલ્લે ચડતા કામો થી ભારે પરેશાની ભોગવી રહ્યા છે તેવા સમયે સત્તાધીશો ની હાસ્યસ્પદ શેખી અમારા પૂતળા મૂકી દેવાય તો પણ જીતે આવો ઉન્માદ બંધ કરી લોકો ના મહત્વ ના કામો કરો
સરકાર માં ચૂંટાઈ સિસ્ટમ માં આવી સરકાર સાથે વેપાર કરતા સત્તાધીશો ની દુકાનો માંથી પેવર બ્લોક ખરીદાય તો ટેન્ડર પાસ થાય સરકાર ને ગ્રાહક બનાવવા ચૂંટાયા છે કે જનસેવા કરવા ? છેલ્લા ઘણા સમય થી આધાર કાર્ડ અપડેટ કેન્દ્ર બંધ પ્રજા પરેશાન છે પણ સતા ના મદ માં ભાન ભૂલી રહેલ શાસકો નો બેફામ ઉન્માદ ફાટી ને ધુવાડે ગયો છે પ્રશાસનિક વ્યવસ્થા માં દામનગર ગામડા થી પણ બદતર હાલત માં મૂક્યું છે દામનગર સહિત સમગ્ર પંથક માં આધાર કાર્ડ અપડેટ માટે ભારે હાલાકી અનેક મહત્વ ના કામો ટલ્લે ચડતા પરેશાન પ્રજા ની વ્હારે કોણ આવશે ?
Recent Comments