સાવરકુંડલા શહેરમાં આજરોજ સાંજના છ વાગ્યાના આળેગાળે હાથસણી રોડ પરથી એક
જીજે૧૨ઝેડ ૬૧૫૦ નંબર વંચાતો હોય તેવી એક ફોર વ્હીલર ગાડી ટ્રાફિક નિયમનની ઐસી તૈસી કરીને સાવરકુંડલાના હાથસણી રોડ પર સડસડાટ પસાર થતી જોવા મળી. જો કે ગાડીની આગળ કેસરી ધજા ફરકતી હતી.. આ ગાડીની વિશેષતા એ હતી કે જેટલા મુસાફરો ગાડીની અંદર હતાં કદાચ તેટલાં જ મુસાફરો ગાડીની ઉપર પણ જોવા મળેલ
આમ મુસાફરો કહો કે યાત્રીઓ કહો આ વાહન ઓવરલોડ તો હતું જ અને આ વાહન પલટી મારે કે કોઈ અકસ્માત સર્જે તો જવાબદાર કોણ? શહેરમાંથી પસાર થયું અને તંત્ર ઊંઘતું રહ્યું કે પછી? આમ ટ્રાફિક નિયમનના લીરે લીરા ઉડાડી આ વાહન સાવરકુંડલાના હાથસણી રોડ તરફ આગળ વધી ગયું.. ગાડીના પાછળના દરવાજે કોઈ હીરો હીરોઇન ખૂબ સુંદર તસવીર પણ જોવા મળી.. જો કે સવાલ એ યાય કે આ રીતે સરેઆમ શહેરમાંથી બિન્દાસ પસાર થતું આ વાહન કોઈ અકસ્માત સર્જે તો જવાબદાર કોણ? જો કે ભારત દેશમાં ખીચોખીચ વસ્તી છે. પરંતુ તેનો અર્થ એવો તો નથી કે સરકારે બનાવેલા કાયદાનો આમ સરેઆમ ઉલ્લંઘન થાય
પ્રસ્તુત તસ્વીર પત્રકાર બિપીનભાઈ પાંધીના કેમેરામાં કેદ થયેલી જોવા મળે છે.
Recent Comments