જેતપુર ગઢપુર થી દ્વારકા સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રા આજ જેતપુર ખાતે આવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.તારીખ.2/1/2026 નાં સવારે 6 કલાકે ગઢપુર શ્રી ગોપીનાથજી મહારાજ મંદિર ખાતે થી પુજ્ય લાલજી મહારાજ શ્રી પુષ્પેન્દ્રપ્રસાદજીમહારાજ તથા પુજ્ય લાલજી શ્રી યજ્ઞેન્દ્રપ્રસાદજીમહારાજે શ્રી યાત્રા નાં રથમાં બિરાજમાન શ્રી દ્વારકાધીશ ભગવાન, શ્રી ગોપીનાથજી મહારાજ, શ્રી રાધારમણ દેવ ની આરતિ કરી યાત્રા પ્રસ્થાન કરાવ્યું હતું શ્રી એ.પી. સ્વામી તથા શાસ્ત્રી સ્વામી ઘનશ્યામવલ્લભદાસજીના માર્ગદર્શન હેઠળ ચાલતી યાત્રા માં વડતાલ થી શ્રી ધર્મકુળ પરિવાર પુજ્ય વહુજી મહારાજ, શ્રીબચુબાશ્રી, શ્રી લાલીરાજા શ્રી ભાણીબાશ્રી પણ જોડાયા છે
દરેક સ્થળે યાત્રા નિકળતાં ગામ જનો માં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે રોજ ભક્તો ગામે ગામ થી જોડાઇ રહ્યા છે.સનાતન ધર્મ ઉત્કર્ષ પદયાત્રા વ્યસન મુક્તિ આદિ જીવનની મહત્વની વાત નો સંદેશ આપતી ધર્મનાં મુલ્યો નું માર્ગદર્શન આપતી આગળ વધી રહી છે.આજ તારીખ.5/1/29 નાં રોજ આ યાત્રા જેતપુર મુકામે આવી પહોંચી છે જ્યાં જેતપુર નાં ભક્તો એ ભાવથી સ્વાગત કર્યું હતું આ સમયે જેતપુર નાં ધારાસભ્ય અને આ વિસ્તારના લોક લાડીલા યુવા નેતા શ્રી જયેશભાઈ રાદડિયા ઉપસ્થિત રહ્યા હતા.
આજ રાત્રી રોકાણ લેઉવા પટેલ સમાજ વાડી ખાતે રાખેલ છે ભગવાન શ્રી સ્વામિનારાયણ ની કર્મ ભૂમિ થી ભગવાન શ્રી કૃષ્ણ ની કર્મ ભૂમિ ની આ યાત્રા ઐતિહાસિક રીતે ચાલી રહી છે. જેમાં રોજે ભગવાનનાં અખંડ નામ જપ સાથે નિત્ય સંતોનાં સત્સંગ આદિ ધર્મલાભ મેળવી રહ્યા છે
યાત્રા માં ભક્તો ખુબ સારો સંદેશ આપતાં ચાલી રહ્યા છે.340 કી.મી ની યાત્રા કરી તારીખ.12/1/2026 નાં દ્વારકા પહોંચી શ્રી જગત મંદિર શ્રી દ્વારકાધીશ મંદિરનેં ધજા રોહણ શોભાયાત્રા સાથે કરવામાં આવશે

















Recent Comments