દામનગર બારડોલી થી ૧૧ સપ્ટેમ્બરે થયેલ સરદાર સન્માન યાત્રા આગામી ૨૨ સપ્ટેમ્બરે ભગવાન સોમનાથ ના સાનિધ્ય માં વિસર્જન થશે ૧૧ દિવસ ચાલનારી સરદાર સન્માન યાત્રા ૧૯ જિલ્લા ઓના ૬૨ જેટલા તાલુકા ઓના ૩૬૫ જેટલા ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માંથી ૧૮૦૦ કિમિ પ્રવાસ કરશે તેમાં સૌના સરદાર ના સંદેશ સાથે કર્મભૂમિ બારડોલી સ્વરાજ આશ્રમ થી સરદાર પટેલ ના માનસ પુત્રી રત્ન પૂજ્ય નિરંજના બા ની પાવન નિશ્રા માંથી પ્રસ્થાન સરદાર સન્માન યાત્રા આગામી તા.૨૦/૦૯/૨૫ બપોર પછી દામનગર શહેર ના સરદાર ચોક ખાતે પધારશે તેમ મહાકાલ ચેરી ટેબલ ટ્રસ્ટ અને ખોડલ ધામ ના સંજયભાઈ નારોલા ની યાદી માં જણાવ્યું છે દામનગર શહેર માં સૌના સરદાર ના સ્લોગન સાથે દરેક સરદાર પ્રેમી ઓને સરદાર વલ્લભભાઈ પટેલ ની ૧૫૦ મી જન્મ જયતી પૂર્વે યોજાયેલ ઐતિહાસિક સરદાર સન્માન યાત્રા ના સાક્ષી બનવા પધારવા જાહેર અનુરોધ કરાયો છે
સરદાર સન્માન યાત્રા નું આગામી ૨૦ મી એ બપોર પછી દામનગર સરદાર ચોક ખાતે આગમન થશે


















Recent Comments