fbpx
ગુજરાત

કૌભાંડી ત્રિપુટીએ જમીન-પ્લોટના બોગસ દસ્તાવેજાે બનાવીને કૌભાંડ આચર્યું, ૫૬૦ કરોડના ૧૭ બોગસ દસ્તાવેજાે બન્યા

રાજ્યમાં જાણે બોગસ બાબતોનો રાફડો ફાટ્યો છે, ત્યારે રાજકોટના કૌભાંડી ત્રિપુટીએ કરોડોના જમીન-પ્લોટના બોગસ દસ્તાવેજાે બનાવીને કૌભાંડ આચર્યું છે. રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઓપરેટર તરીકેની નોકરી દરમિયાન ૧૭ જેટલા બોગસ દસ્તાવેજાે બનાવનાર કૌભાંડી ત્રિપુટીએ રૂ. ૫૬૦ કરોડથી વધુ મિલકતના બોગસ દસ્તાવેજાે બનાવ્યા હતા. રાજકોટ શહેરમાં ૧૭ બોગસ દસ્તાવેજાે બનાવવાનું કારસ્તાન બુધવારે પ્રકાશમાં આવ્યા બાદ તેમાં કૌભાંડી ત્રિપુટીનું નામ ખુલ્યું હતું.

આ કૌભાંડી ત્રિપુટીઓએ પોતાનું કારસ્તાન છતું ન થાય તે માટે રાજકોટ શહેર આસપાસની કિંમતી જમીનના બોગસ દસ્તાવેજાે બનાવવા ૫૨ વર્ષ જૂની મિલકતોના માલિકોને શિકાર બનાવ્યા હતા. જેમાં મળતી માહિતી મુજબ તમામ વિગતો ખુલ્લા પ્લોટ અથવા ખેતીની જમીન હોવાનું જણાય છે. કૌભાંડી ત્રિપુટીએ રૈયા સર્વે નંબરમાં આવેલી ૩૬૬૩.૭૦ ચોરસવાર બિનખેતી થયેલી જમીન કે જેની અંદાજિત કિંમત રૂ.૧૫ કરોડ થાય છે તેના ૯ જેટલા દસ્તાવેજાે બનાવી લીધા હતા. આ ઉપરાંત રાજકોટ શહેરના રેવન્યૂ સર્વે નં.૬૬ની રૂ.૩૩૫ કરોડની કિંમતની ૨૨ એકર ૧૭ ગુંઠા ખેતીની જમીન, મવડીની રૂ.૧૨૦ કરોડની અંદાજિત કિંમતની ૮ એકર ૧૦ ગુંઠા ખેતીની જમીન, માંડા ડુંગરની રૂ.૨૧ કરોડની ૩ એકર ૧૫ ગુંઠા ખેતીની જમીન, રૈયાની રૂ.૬૫ કરોડની ૪ એકર ૧૫ ગુંઠા ખેતીની જમીનના પણ આરોપીઓએ બોગસ દસ્તાવેજાે બનાવ્યા હતા. આ કૌભાંડમાં અન્ય કેટલા આરોપીઓની સંડોવણી છે તે પોલીસ તપાસ બાદ જ બહાર આવશે.

Follow Me:

Related Posts