ગુજરાત

અમદાવાદમાં માં ૬૭ હજાર કેચપીટની સફાઇનો બીજાે તબક્કો ચાલુ, વિરાટનગર, મણિનગર અને ખોખરાના વરસાદી પાણી ચંડોળામાં છોડાશે: AMC સ્ટેન્ડિંગ ચેરમેન

સ્માર્ટ સિટી કહેવાતા અમદાવાદનું સ્માર્ટ તંત્ર કેટલું સ્માર્ટ છે તે પુરવાર કરવા અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ખુબજ ઉમદા કામગીરી કરવામાં આવી રહી છે.
અમદાવાદ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ કહ્યું હતું કે, શહેરમાં પ્રિ મોન્સૂન કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે. શહેરમાં ૬૭ હજાર કેચપીટની સફાઇનો બીજાે તબક્કો ચાલુ છે. આ ઉપરાંત તળાવ ઊંડા કરવાની કામગારી ચાલુ છે. ખારીકટ કેનાલનું કામ પૂર્ણતાના આરે છે. ઇસ્ટર્ન અને વેસ્ટર્ન ટ્રંક લાઇનનું કામ આગામી જૂનમાં પૂર્ણ થશે. વિરાટનગર, મણિનગર અને ખોખરાના વરસાદી પાણી ચંડોળામાં છોડાશે.
આ બાબતે છસ્ઝ્ર સ્ટેન્ડિંગ ચેરમેન દ્વારા વધુમાં કહ્યું હતું કે, ગઈકાલે રાતના સમયે વરસાદ આવ્યો ત્યારે પ્રિ મોન્સૂન કામગીરી ચાલુ હતી. શહેરમા દોઢથી બે ઈંચ વરસાદમાં ઓઢવ અને નિકોલ વોર્ડમાં સર્વિસ રોડ પર પાણી ભરાયા છે. જે અંગે ચિંતા કરાઈ છે અને આગામી ચોમાસામાં વધુ પાણી ના ભરાય તેની તકેદારી રાખવામાં આવશે. મેટ્રો પ્રોજેક્ટના કામ ચાલુ હોવાથી પાણી ભરાવાની સમસ્યા થઈ છે. મોટાભાગના કામો પૂર્ણ થવાને આરે છે. જેથી આગામી ચોમાસામાં લોકોને હાલાકીનો સામનો નહીં કરવો પડે.

Related Posts