અમરેલી

સાવરકુંડલાની સ્થાનિક માલધારી દુધ મંડળીના ટાબરિયાઓની મૂક સેવાને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર આયોજિત પર્વ પૂર્ણિમા પ્રસંગે પ. પૂ મોરારીબાપુના આશીર્વાદ સાથે બિરદાવવામાં આવી

સાવરકુંડલા શહેરમાં આવેલ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા દ્વારા યોજાયેલ પર્વ પૂર્ણિમાના દિવસે

સાવરકુંડલા શહેરમાં કરુણા સંદર્ભે કાર્ય કરતી અને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશનના પ્રમુખ હરેશભાઈ મહેતાની દ્રષ્ટિમાં નોંધનીય પ્રસંગને ઉજાગર કરતાં સાવરકુંડલા શહેરની સ્થાનિક માલધારી દુધ મંડળીના નાના નાના ટાબરિયાઓ દ્વારા દર્દીઓને વિનામૂલ્યે દૂધ વિતરણ અને એ પણ માલધારીના સમાજમાંથી ઘરે ઘરે ઉઘરાવી એકઠું કરીને દર્દીઓને દૂધ વિતરણ ઘટનાની નોંધ લઈને આ પર્વ પ્રસંગે તેમના આ કરુણામય સત્કાર્યોને સત્કારવા પ. પૂ. મોરારીબાપુના આશીર્વાદ સાથે તેમના વરદહસ્તે શાલ ઓઢાડી અને પુરસ્કાર આપવામાં આવેલ

વાત એમ છે કે આ નાના નાના બાળકો ઠંડી હોય તડકો હોય વરસાદ હોય એવી પરિસ્થિતિમાં પણ એક પણ દિવસ ચૂક્યા વગર  આ સેવાકીય પ્રવૃત્તિઓ અને એ પણ તદન નિસ્વાર્થ ભાવે કોઈ પ્રસિદ્ધિની અપેક્ષા વગર મૂક મને ફક્ત કરુણામય ભાવ સાથે આ કાર્ય છેલ્લા અગિયાર વર્ષથી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરના દર્દીઓને દૂધ વિતરણ કરી  આનંદનો ઓડકાર લે છે.

જો આજે પણ આ પર્વ પ્રસંગે એમનો ઉલ્લેખ ન થયો હોત તો આવી માનવીય કરુણાની આ ઘટનાથી સમાજ અજાણ રહી જાત. 

જ્યારે આ નાના બાળકોને આ પર્વ પ્રસંગે નવાજવામાં આવ્યા ત્યારે ઉપસ્થિત તમામ મહાનુભાવોએ તાળીઓના ગડગડાટ સાથે તેમની સેવાકીય પ્રવૃત્તિઓ સહર્ષ વધાવી લીધી.મોટા મોટા સત્કાર્યો કરતાં મહાનુભાવોને તો બિરદાવવામાં આવે છે પરંતુ આવા નાના અને મૂક સેવાકીય પ્રવૃત્તિઓને પણ આ વિદ્યાગુરુ ફાઉન્ડેશન દ્વારા ઓળખી અને સમાજ સમક્ષ રજૂ કરી તે ઘટના પણ ખરેખર અસાધારણ જ ગણાય. સમાજ માટે પ્રેરણાદાયી પણ ખરી.ખાસ નોંધનીય બાબત તો એ રહી કે આ પ્રસંગને વર્ણવતા હરેશભાઈ મહેતા ખુદ ભાવવિભોર બની ગયા હતાં. હવે વાત કરીએ શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલાની તો અહીં છેલ્લા અગિયાર વર્ષથી અહીં આવતાં તમામ દર્દીઓની સારવાર નિશુલ્ક કરવામાં આવી રહી છે. સંસ્થાના પ્રમુખ હરેશભાઈ મહેતા, પ. પૂ. મોરારીબાપુના આશીર્વાદ સાથે આ હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી ડો પ્રકાશ કટારીયા તથા સમગ્ર કર્મચારીગણ સંસ્થાના ટ્રસ્ટીઓનાં માર્ગદર્શન હેઠળ દર્દી નારાયણની નિશુલ્ક સસ્મિત સેવાભાવ સાથે સારવાર કરવામાં આવે છે. અહીં સારવાર દવા લેબોરેટરી પરીક્ષણ વગરે તમામ નિશુલ્ક છે. હોસ્પિટલમાં દાખલ થનાર દર્દીઓને ભોજન વ્યવસ્થા પણ સંસ્થા તરફથી તેમજ સાથે આવનારા સગાને પણ નિશુલ્ક ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

Related Posts