સૌરાષ્ટ - કચ્છ

સુરત ગ્રીનઆર્મી નાં સૈનિક પ્રકૃતિ નાં રક્ષક છે સર્વેશ્વર ધામ મહંત. તરું વાવીયા વિના તરી શકાશે નહીં વૃક્ષ વિના સૃષ્ટિ માં જીવી શકાશે નહીં

સુરત શહેર માં વર્ષ ના ૩૬૫ દિવસ નિસ્વાર્થ 

વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર નું કામ કરતી સંસ્થાન ની મુલાકાતે સર્વેશ્વર ધામ ના મહંત પધાર્યા 

પ્રકૃતિ ના ખરા રક્ષકો એટલે સુરત ની સામાજિક સંસ્થાન ગ્રીન આર્મી ટ્રસ્ટ દૈનિક વહેલી સવારે છોડ માં રણછોડ નાં દર્શન મહિમા ને મૂર્તિ મંત્ર બનાવી વૃક્ષ દેવો ભવ ની સેવા માં લાગી જતા ગ્રીન આર્મી ટીમ નાં સભ્યો ની પવૃત્તિ એટલે અંતર આત્મા ને રાજી કરતી પ્રકૃતિ ની સેવા પ્રકૃતિ માં જ પરમેશ્વર નું દર્શન ગ્રીન આર્મી ટીમ ના સભ્યો એટલે કોઈ સામાન્ય રત્નકલાકાર થી લઈને નાના મોટા વેપાર ધંધા નોકરી કરતા ગરીબ થી લઈ  તવંગર સુધી કોઈ જાત ની પદ પ્રતિષ્ઠા માન સન્માન ની અપેક્ષા વગર પોતા નાં પરિવાર નાં જીવન નિર્વાહ માટે જતા પહેલા વૃક્ષ દેવો ભવ ની સેવા કરી ને પોતા નાં કામ ધંધા નાં સ્થળે જાય છે ઓકસીજન માટે આશીર્વાદ રૂપ વૃક્ષારોપણ જ નહિ પણ વૃક્ષ ઉછેર ની દરકાર સાથે પ્રકૃતિ પર્યાવરણ માટે બેનમૂન કામ કરી રહ્યા છે આ પ્રવૃત્તિ થી ખૂબ પ્રભાવિત થઈ સર્વેશ્વર ધામ નાં મહંત શ્રી જયદેવ ચરણદાસજી મહારાજે ગ્રીન આર્મી ટ્રસ્ટ ની પ્રવૃતિ નિહાળી અભિભૂત થયા હતા અને આ પ્રવૃત્તિ ની કાયમી સ્મૃતિ રૂપ મોટા વરાછા લજામણી ચોક પાસે અંબિકા પિનાકલ હાઈટ, તાપી કિનારા પાસે ૧૧ વૃક્ષોનું રોપાણ કર્યું હતું  ગ્રીન આર્મી ટીમ ના સૈનિકો પ્રકૃતિ નાં રક્ષક ગણાવી ખૂબ ખુશી વ્યક્ત કરી હતી પ્રકૃતિ માટે અપાર શ્રમ કરતા ગ્રીન આર્મી ટીમ ની મહેનત થી એક સાધુ તરીકે ખૂબ રાજીપો વ્યક્ત કરતા વિદ્વાન ભગવતાચાર્ય જયદેવ ચરણ દાસજી એ ગ્રીન આર્મી ના સેનિકો ને પ્રકૃતિ ના રક્ષક ગણાવ્યા હતા પ્રકૃતિ નું જતન કરવું એ પૃથ્વી પર આપણા અસ્તિવ નું ભાડું છે પ્રકૃતિ માજ પરમેશ્વર નું દર્શન કરાવતી ગ્રીન આર્મી ટીમ પ્રત્યે ખૂબ સાધુ વાદ વ્યક્ત કરતા સર્વેશ્વર ધામ ના પૂજ્ય જયદેવ ચરણદાસજી મહારાજ 

Related Posts