અમરેલી

સાવરકુંડલા એસ.ટી. ડેપો દ્વારા આખા વર્ષમાં એકપણ અકસ્માત ન સર્જાતાં રાજ્ય નિગમ દ્વારા ડેપો મેનેજર ને 25 હજારનું ઈનામ અર્પણ કર્યું.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ની રાજ્ય સેન્ટ્રલ ઓફિસ અમદાવાદ ખાતે સ્વાતંત્ર્ય પર્વ ની ઉજવણી નિમિતે ગુજરાત રાજ્યના એસ.ટી ડેપો દ્વારા એક વર્ષ દરમિયાન સાવરકુંડલા એસ.ટી.ડેપો દ્વારા એકપણ અકસ્માતની ઘટના નહી બનતા જી.એસ.આર.ટી.સી. એસ.ટી. નિગમના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર આઈ.એ.એસ. નાગરાજન એમ., જનરલ મેનેજર વહીવટ કે.એસ. ડાભી, જનરલ મેનેજર ઓપરેશન એ.ડી.જોષી વગેરે અધિકારીઓ દ્વારા સાવરકુંડલા એસ.ટી.ડેપો મેનેજર વિમલ એચ. નથવાણી ને 25 હજાર રૂપિયાનો ચેક અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
સાવરકુંડલા એસ.ટી. ડેપોના ડ્રાઇવરો દ્વારા વર્ષ 2024 – 25 દરમિયાન શ્રેષ્ઠ કામગીરી કરી એકપણ વખત કોઈપણ પ્રકાર ની જાનહાની, પ્રાણઘાતક, ગંભીર કે સામાન્ય અકસ્માત નહી સર્જાતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ડેપો મેનેજરને પચ્ચીસ હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવતા અમરેલી એસ.ટી.ક્રેડિટ સોસાયટીના પૂર્વ ડિરેક્ટર મુકેશગીરી ગોસ્વામી, વોચમેંન મુનાબાપુ, વિશ્વાસ દવે, રફીકભાઈ, મારૂભાઈ એસ.ટી.ડ્રાયવર ભરતગીરી ગોસ્વામી, વિજયપરી, અશોકભાઈ બોરીચા, ભાવેશભાઈ જોષી, અશરફભાઈ બેલીમ, ટ્રાફિક કન્ટ્રોલર જીગ્નેશભાઈ ભટ્ટ, કન્ડકટર દિલીપભાઈ નાઈ, બિપીનભાઈ પરમાર વગેરે સાવરકુંડલા એસ.ટી.ડેપોના ડ્રાયવર, કન્ડકર, હેલ્પરો, વોચમેન તમામ કર્મચારીઓએ ડેપો મેનેજર વિમલભાઈ નથવાણી ને સાવરકુંડલા ડેપોનું રાજ્યકક્ષા એ સન્માન અને પુરસ્કાર મળતા અભિનંદન પાઠવ્યા હતા

Related Posts