અમરેલી

રાજ્ય સરકારે ધર વિહોણા પરિવારો ને પ્લોટ ફાળવણી માટે ૧૫ દિવસ માં ગામતળ નિમ કરવા આદેશ કર્યો શહેરી ગરીબો નો શુ વાંક ?

દામનગર ગુજરાત સરકાર દ્વારા રાજ્ય ના ગ્રામ્ય વિસ્તારો માં દિન ૧૫ માં ગામતળ નિમ કરી ઘર વિહોણા ને ૧૦૦ વારીયા પ્લોટ ફાળવવા આદેશ કર્યો ત્યારે શહેરી ગરબો નો શુ વાંક ? દામનગર શહેર માં ૨૦ વર્ષ થી ઘરથાળ પ્લોટ ની ફાળવણી નથી થઈ અનેક ગરીબ પરિવારો ભારે સંકડામણ ભોગવી રહ્યા છે ખાનગી માલિકી માં પ્લોટ ન ખરીદી શકે કે જ્ઞાતિ બાદ નો પણ પ્રશ્ન હોય ત્યારે અનેક ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારો ભારે સંકડામણ ભોગવી રહ્યા છે ત્યારે તાજેતર માં ગુજરાત સરકાર ના પંચાયત વિભાગે જે  નિર્ણય ગ્રામ્ય વિસ્તારો માટે કર્યો દિન ૧૫ માં નવા ગામતળ નિમ કરવા ના આદેશ જેમ શહેરી વિસ્તારો ના ગરીબો માટે પણ કરાય તે જરૂરી દામનગર નગરપાલિકા વિસ્તાર માં છેલ્લા ૨૦ વર્ષ કરતા વધુ સમય થી ઘર વિહોણા પરિવારો ને ઘર થાળ પ્લોટ ફાળવણી કરાયેલ નથી અનેક પરિવારો ભારે સંકડામણ માં સબડી રહ્યા છે ત્યારે દામનગર શહેર માં પણ શહેરી ગરીબ પરિવારો માટે પાલિકા સ્તરે લેન્ડ કમિટી બનાવી ગામતળ માં પડેલ સરકારી જમીન ઉપર હુડકો અથવા ૨૫ વારીયા મફત પ્લોટ વ્યવસ્થા કરી જરૂરિયાતમંદ પરિવારો ને ઘર ના ઘર માટે આયોજન કરવાની વારંવાર માંગ ઉઠી રહી છે ત્યારે તાજેતર માં સરકારે જે નિર્ણય ગ્રામ્ય વિસ્તાર માટે કર્યો તેવો નિર્ણય શહેરી ગરીબ પરિવારો માટે કરવા રજુઆત ગુજરાત સરકારે કરેલ સરાહનીય નિર્ણય થી અનેક ઘર વિહોણા ને ઘર નું ઘર મળશે પણ શહેરી ગરીબ નાની નગરપાલિકા વિસ્તારો માં રહેતા અનેક પરિવારો ને પણ આવો લાભ મળે તે જરૂરી દામનગર શહેર માં ૨૦ વર્ષ કરતા વધુ સમય થી અનેક પરિવારો ઘર ના ઘર ની રાહ માં છે અનેક વિસ્તારો માં સરકારી પડતર જમીનો ઉપર પાલિકા એ પોતા ની લેન્ડ કમિટી બનાવી આવી પડતર જમીનો ઉપર હુડકો અથવા મફત પ્લોટ ફાળવી ગરીબો ના હિત ગરીબો ને સંકડામણ થી બહાર કાઠવા મદદ કરવી જોઈ એ

Related Posts