fbpx
ગુજરાત

છેલ્લા ૬ વર્ષમાં ૨ લાખથી વધુ કેન્સરના દર્દીઓની સારવાર માટે રાજ્ય સરકારે ?૨,૮૫૫ કરોડથી વધુની રકમ પૂર્વમંજૂર કરી

વિશ્વ કેન્સર દિવસઃ ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે ઁસ્ત્નછરૂ-સ્છ યોજના વરદાનસ્વરૂપ, છેલ્લા છ વર્ષોમાં ૨ લાખથી વધુ કેન્સરના દર્દીઓને મળી નિઃશુલ્ક સારવારરાજ્યમાં સંચાલિત ૩૫ ડે કેર કીમોથેરાપી કેન્દ્રોના માધ્યમથી છેલ્લા ૨ વર્ષોમાં ૬૮,૧૯૦થી વધુ કેન્સરના દર્દીઓએ ૧,૯૦,૦૩૦ કીમોથેરાપી સેશન્સ મેળવ્યાવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવેલી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (ઁસ્ત્નછરૂ) ગરીબ અને મધ્યમ વર્ગ માટે એક વરદાન સાબિત થઇ રહી છે. દર વર્ષે ૪ ફેબ્રુઆરીએ ઉજવાતા કેન્સર દિવસના ઉપલક્ષ્યમાં આપણે એ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કેવી રીતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કેન્સર જેવા ગંભીર રોગની સારવાર અને નિદાનમાં દર્દીઓ માટે એક સંજીવની બનીને ઉભરી છે. નોંધપાત્ર છે કે વિશ્વ કેન્સર દિવસ, લોકોમાં કેન્સર વિશે જાગરૂકતા, તેની સારવાર, અટકાયત અને નિદાનના મહત્વને ઉજાગર કરવા માટે સમર્પિત છે. સાથે જ, આ દિવસ વૈશ્વિક સ્તર પર કેન્સરથી પ્રભાવિત લોકોનો અવાજ ઉઠાવવા અને સસ્તી, સુલભ સ્વાસ્થ્ય સેવાઓની જરૂરિયાતને પણ દર્શાવે છે. આ વર્ષે આ દિવસને ‘યુનાઇટેડ બાય યુનિક’ થીમ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.

વિશ્વ કેન્સર દિવસના પ્રસંગે ગુજરાતમાં કેન્સરના દર્દીઓને મળી રહેલી સારવાર અને નિદાન વિશે વાત કરીએ તો ઁસ્ત્નછરૂ-સ્છ અંતર્ગત છેલ્લા ૬ વર્ષોમાં ગુજરાતમાં ૨ લાખથી વધુ કેન્સરના દર્દીઓને નિઃશુલ્ક સારવારની સુવિધા મળી છે. આ દર્દીઓના ઇલાજ માટે રાજ્ય સરકારે છેલ્લા ૬ વર્ષમાં ?૨,૮૫૫ કરોડથી વધુની રકમની પૂર્વ મંજૂરી આપી છે. ગુજરાતમાં કેન્સરના દર્દીઓની ઉચ્ચસ્તરીય સારવારમાં ય્ઝ્રઇૈંની મહત્વપૂર્ણ ભૂમિકાગુજરાત સરકાર અને ગુજરાત કેન્સર સોસાયટી દ્વારા સંયુક્ત રીતે સંચાલિત ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ય્ઝ્રઇૈં) રાજ્યમાં કેન્સરની સારવાર અને સંભાળમાં મહત્વપૂર્ણ કેન્દ્ર તરીકે ઉભરી છે.

આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ આ સંસ્થા કેન્સરના દર્દીઓની સારવાર માટે સમર્પિત છે. કેન્સરના દર્દીઓને સારવાર આપવા સંદર્ભે ય્ઝ્રઇૈંના મહત્વને આંકડાથી સમજીએ તો વર્ષ ૨૦૨૪માં, ય્ઝ્રઇૈંએ કેન્સરના ૨૫,૯૫૬ કેસોમાં સારવાર પૂરી પાડી છે. જેમાં ગુજરાતમાંથી ૧૭,૧૦૭ કેસ, અન્ય રાજ્યોના ૮,૮૪૩ (ખાસ કરીને મધ્યપ્રદેશથી ૪૩૩૧, રાજસ્થાનથી ૨૭૨૬ અને ઉત્તરપ્રદેશથી ૧૦૪૩, બાકીના અન્ય રાજ્યોના) અને ૬ કેન્સરના કેસ આંતરરાષ્ટ્રીય કેસ છે. આ આંકડા કેન્સરની વિશેષ સંભાળમાં ય્ઝ્રઇૈં ની વિશ્વસનીયતા દર્શાવે છે.

આટલું જ નહિ, કેન્સરના દર્દીઓની સારવાર સિવાય ય્ઝ્રઇૈં કેન્સર જાગરૂકતા અભિયાન પણ ચલાવે છે. વર્ષ ૨૦૨૪માં ય્ઝ્રઇૈંએ ૭૮ કેન્સર સ્ક્રિનિંગ કેમ્પ આયોજિત કર્યા હતા, જેનો લાભ ૭૭૦૦ લોકોએ મેળવ્યો હતો. આવી જ રીતે, ૨૨ જાગરૂકતા લેક્ચર્સ પણ આયોજિત કર્યા, જેનો લાભ ૪૫૫૦ લોકોએ મેળવ્યો હતો. ય્ઝ્રઇૈંએ ૪૧ રક્તદાન શિબિરોનું પણ આયોજન કર્યું હતું.

ડિસ્ટ્રીક્ટ ડે કેર કીમોથેરાપી કેન્દ્રોના માધ્યમથી તમામ જિલ્લાઓમાં પહોંચી કેન્સર સારવારની સુવિધાગુજરાત સરકારે રાજ્યમાં કેન્સરના દર્દીઓની સારવાર અને નિદાન પ્રત્યે સંવેદનશીલ પ્રતિભાવ આપવાના ભાગરૂપે કેન્સરની સારવારના વિકેન્દ્રીકરણ માટે અગ્રણી અભિગમ અપનાવ્યો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ૧૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ શરૂ કરવામાં આવેલી એક પરિવર્તનકારી પહેલ હેઠળ, રાજ્યના તમામ જિલ્લાઓમાં ૩૫ ડે કેર કીમોથેરાપી કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી છે. આ કેન્દ્રો જિલ્લા હોસ્પિટલોમાં જરૂરી કીમોથેરાપી સારવાર પૂરી પાડે છે.

ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (ય્ઝ્રઇૈં), અમદાવાદ તેમજ સિદ્ધપુર, રાજકોટ અને ભાવનગર ખાતેના તેમના અન્ય ૩ સેટેલાઇટ કેન્દ્રોના સહયોગથી જિલ્લા હોસ્પિટલોમાં સ્થિત ડે કેર કીમોથેરાપી કેન્દ્રો જરૂરી સારવાર સેવાઓ, ટેલિ-કન્સલ્ટન્સી સેવાઓ અને જરૂરી દવાઓ પૂરી પાડે છે. આંકડાઓની વાત કરીએ તો, વર્ષ ૨૦૨૪ સુધીમાં, આ તમામ ડે કેર કીમોથેરાપી કેન્દ્રો પર ૭૧,૦૦૦થી વધુ દર્દીઓએ ૨ લાખ ૩ હજારથી વધુ કીમોથેરાપી સેશન્સ (ષ્ઠઅષ્ઠઙ્મીજ) લીધા છે. રાજ્ય સરકારની આ પહેલથી કેન્સરના દર્દીઓ અને તેમના પરિવારજનોનો સમય અને ખર્ચ બંનેની બચત થઈ છે.

કેન્સર સામેની લડાઇમાં ગુજરાત સરકારની મજબૂત પ્રતિબદ્ધતાકેન્સરની સંભાળ, સારવાર અને નિદાન માટેના ગુજરાત સરકારના સશક્ત પ્રયાસો પ્રશંસનીય છે. રાજ્ય સરકારે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનું પ્રભાવી અમલીકરણ તેમજ ડે કેર કીમોથેરાપી કેન્દ્રોની સ્થાપનાથી તમામ જિલ્લાઓમાં કીમોથેરાપી સેશન્સની સુવિધા ઉપલબ્ધ કરાવી છે અને ય્ઝ્રઇૈં દ્વારા કેન્સરના દર્દીઓને વધુ સારી સારવાર અને નિદાનની ઉપલબ્ધતા સુનિશ્વિત કરી છે. રાજ્ય સરકારના આ પ્રયાસોથી દર્દીઓને વિશ્વસ્તરીય સારવાર સુવિધા મળવાની સાથે વિશ્વ કેન્સર દિવસના ઉદ્દેશો પ્રત્યેની પ્રતિબદ્ધતા પણ દેખાય છે.

Follow Me:

Related Posts