ગુજરાત

રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૫૮ ટકા વરસાદ નોંધાયો, સૌથી વધુ કચ્છ વિસ્તારમાં ૬૪ ટકા

છેલ્લા ૨૪ કલાક દરમિયાન ગુજરાતના કુલ ૧૮૧ તાલુકાઓમાં મેઘ મહેર જાેવા મળી છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં નોંધાયો છે, વડગામમાં ૭.૫૨ ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે રાજ્યના ૭૨ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તો બીજી તરફ આજે (૨૭ જુલાઇ) પણ મેઘરાજા વહેલી સવારથી ધમાકેદાર બેટીંગ કરતાં સવારે ૬ વાગ્યાથી ૮ વાગ્યા દરમિયાન બે કલાકમાં ૧૦૩ ધડબડાટી બોલાવી છે.
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ૬.૨૨ ઇંચ, તલોદમાં ૫.૩૧ ઇંચ, સિદ્ધપુરમાં ૫.૧૬ ઇંચ, કપરાડામાં ૪.૯૨ ઇંચ, દહેગામમાં ૪.૮૦ ઇંચ, કઠલાલમાં ૪.૧૭ ઇંચ, મહેસાણામાં ૩.૯૮ ઇંચ, ધરમપુરમાં ૩.૭૮ ઇંચ, પ્રાંતિજમાં ૩.૬૬ ઇંચ, કંડાણામાં ૩.૫૮ ઇંચ, ડીસામાં ૩.૫૮ ઇંચ, ધનસુરામાં ૩.૫૦ ઇંચ અને સતલાસણામાં ૩.૩૧ ઇંચ વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ૧ ઓગસ્ટ સુધી રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આથી ખેડૂતો અને સામાન્ય જનતાને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે. રાજ્યભરમાં સારો વરસાદ થતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
૨૮મી જુલાઈની આગાહી
૨૮ જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય ૨૧ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.
શનિવારે ર્દ્બઙ્ઘૈ રાતથી વરસી રહેલા અવિરત વરસાદના કારણે રવિવારે અમદાવાદના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની અને વાહનવ્યવહારને અસર થઇ હતી. જાે કે, સ્થાનિક પ્રશાસન દ્વારા પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

Related Posts