ગુજરાત

રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને ૨૯ ચીફ ઓફિસરની બદલી

રાજ્યમાં નગરપાલિકાઓના ચીફ ઓફિસર સંવર્ગના અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજ્યના શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરીને ૨૯ ચીફ ઓફિસરની બદલીને લઈને માહિતી આપી છે.
નગરપાલિકાના ૨૯ ચીફ ઓફિસરોની બદલી
ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે રાજ્યની અલગ-અલગ નગરપાલિકાના ૨૯ ચીફ ઓફિસરોની બદલીનો હુકમ કર્યો છે. બદલીના હુકમ મુજબ, અધિકારીઓના હાલની ફરજ જગ્યાએથી દાહોદ, આણંદ, વલસાડ, રાજુલા, હાંસોટ સહિત અનેક સ્થળોએ બદલી કરવામાં આવી છે. ખાસ કરીને વિજયકુમાર ચાવડા, હિતેશ પટેલ અને કિરણ પટેલ જેવા અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

Related Posts