અમરેલી જિલ્લામાં વિકાસ સપ્તાહ-૨૦૨૫ની ઉજવણીના ભાગરૂપે પ્રતિદિન ગ્રામ વિસ્તારોમાં ‘વિકાસ રથ’ પરિભ્રમણ કરી રહ્યો છે, જેના થકી અમરેલી જિલ્લાના છેવાડાના વિસ્તારો સુધી ૨૪ વર્ષના જનવિશ્વાસ, સેવા અને સમર્પણની ગાથા પહોંચી રહી છે. આ કડીના ભાગરૂપે અમરેલી જિલ્લાના સાવરકુંડલાના તાલુકાના શેલાણા ખાતે ‘વિકાસ રથ’ને ગ્રામજનોએ ઉમકાભેર વધાવ્યો હતો. ગામમાં રથનું આગમન થતા ભાતીગળ પરંપરાથી રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પ્રાંત અધિકારીશ્રી જીલ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનોની સુખાકારીમાં વધારો કરતા અંદાજિત રૂ. ૧૫૦.૯૮ લાખના ૭૫ વિકાસકાર્યોનું લોકાર્પણ અને રૂ. ૨૩૭ લાખના ૯૬ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં લાભાર્થીઓને લાભ વિતરણ કરવામાં આવ્યા હતા. જેમાં ગામના લાભાર્થીઓને આરોગ્ય વિભાગ, આઇસીડીએસ, શિક્ષણવિભાગ, ખેતીવાડી, પીએમએવાય યોજનાના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં તાલુકાના પંચાયતના પ્રમુખશ્રી જીતુભાઈ કાછડિયા, ઉપપ્રમુખશ્રી પુરુષોત્તમભાઈ ઉમટ, જિલ્લા પંચાયતના સભ્યશ્રી જશુભાઈ ખુમાણ, મામલતદારશ્રી સાવરકુંડલા શ્રી,પંડ્યા, તાલુકા વિકાસ અધિકારીશ્રી વાઙાણી, ટી.એચ.ઓ સાવરકુંડલા શ્રી, મીના, પશુ ચિકિત્સકશ્રી નાકરાણી, તાલુકા પ્રાથમિક શિક્ષણાઘિકારીશ્રી સરવૈયા, વિસ્તરણ અધિકારીશ્રી જેબલિયા, શેલાણા, ઠવી અને પિયાવાના સરપંચશ્રી તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



















Recent Comments