ભાવનગર

ઘોઘા તાલુકાના વાળુકડ ગામના સખી મંડળના શ્રી માયાબેન પરમારની સાફલ્યગાથા

‘વિકાસ સપ્તાહ’ ની ઉજવણી અન્વયે ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં તારીખ ૭ ઓક્ટોબર
થી તા.૧૫ ઓક્ટોબર સુધી ‘વિકાસ રથ’ પરિભ્રમણ કરનાર છે ત્યારે આજે વિકાસ સપ્તાહના બીજા દિવસે
ઘોઘા તાલુકાના અંધારીયાવડ ગામે રથ પરિભ્રમણ બાદ કાર્યક્રમ યોજાયો હતો. આ ‘વિકાસ રથ’ નું
ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં વાળુકડ ગામના સખી મંડળના શ્રી માયાબેન પરમારે સાફલ્યગાથા વર્ણવતા જણાવ્યું
હતું કે, અમારા ‘મા’ સખી મંડળમાં ૧૨ બહેનો છે. જેઓ દર મહિને ૫૦૦ રૂપિયાની બચત કરે છે, અમારા
મંડળને સરકારશ્રી દ્વારા રિવોલવિંગ ફંડ અને સ્ટાર્ટઅપ ફંડ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત રૂ. ૧.૫૦
લાખની લોન પણ આપવામાં આવી છે. જેમાંથી ઘણા બહેનોએ ગૃહ ઉદ્યોગ શરૂ કર્યો છે. તેમના સખી
મંડળના બહેનોને વિનામૂલ્યે તાલીમ પણ આપવામાં આવી છે. જે બદલ એમણે સરકારશ્રીનો આભાર વ્યક્ત
કર્યો છે.

Related Posts