યુવા અને સાંસ્કૃતિક વિભાગ ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા વહીવટી તંત્ર અને રમત ગમત અધિકારીશ્રીની કચેરી અમરેલીની રાહબરી હેઠળ તા.૭/૧૨/૨૦૨૫ના રોજ અમરેલી ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાના કલા મહાકુંભમાં સંગીત ગાયન સ્પર્ધા અંતર્ગત સુગમ સંગીતમાં શાળાનો વિધાર્થી ચૌહાણ શાહનવાઝ શબ્બીરભાઈ દ્રિતીય નંબર ઉપર વિજેતા બની આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ યોજાનાર સ્પર્ધા ભાગ લેવા જશે. સંગીત સહાયક તરીકે ચોપડા રાહુલ અને વેગડ કુલદીપે ભૂમિકા ભજવી હતી.
આ ઉપરાંત શાળાના માનદ શિક્ષિકા અલ્પાબેન રાવલે કાવ્યલેખન સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ વિજેતા બની પ્રદેશ કક્ષાએ ભાગ લીધો હતો. તેવી જ રીતે હાલમાં ચાલી રહેલા સાંસદ ખેલ મહોત્સવમાં શાળાના વિદ્યાર્થી બગડા તરુણ અને કાછડીયા યુગે ચેસ રમત સ્પર્ધામાં અનુક્રમે પ્રથમ અને દ્વિતીય નંબર પ્રાપ્ત કર્યો હતો.
વિજેતા બનેલ તમામ વિદ્યાર્થીઓને અને સંગીત શિક્ષક સંજયભાઈ મહેતાને તથા અલ્પાબેન રાવલને સંસ્થાના પ્રમુખ ચંદ્રિકાબેન ઘેલાણી ઉપપ્રમુખ કનુભાઈ ગેડીયા અને મેનેજિંગ ટ્રસ્ટી મુકુંદભાઈ નાગ્રેચાએ અભિનંદન અને ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

















Recent Comments