ઓગષ્ટ માસમાં ૧૪૮ નોર્મલ અને ૫૮ સિઝેરીયન મળી કુલ ૨૦૬ સફળ પ્રસુતિઓ કરવામાં આવી…
સાવરકુંડલા ની કે.કે.મહેતા સરકારી હોસ્પિટલ ખાતે ગાયનેક વિભાગ દ્વારા એક આગવી સિદ્ધિ મેળવી છે. જેમાં ગાયનેક ડો. હાર્દિક બોરીસાગર અને ડૉ. ધર્મેશ રામાણી તથા અનુભવી નર્સિંગ સ્ટાફ દ્વારા ગત આૅગસ્ટ ૨૦૨૫ મા ૨૦૬ સફળ પ્રસૂતિઓ કરવામાં આવી છે. જે પૈકી ૧૪૮ નોર્મલ ડિલિવરી તથા ૫૮ સિઝેરિયન (ઓપરેશન) કરવામાં આવેલ છે. જે આજ દિન સુધી કે.કે. હોસ્પિટલમાં થયેલ પ્રસૂતિમાં મહત્તમ સંખ્યા છે. આ અનેરી સિદ્ધિ બદલ અધિક્ષક ડૉ. ક્રિષ્નાબેન હરિયાણી દ્વારા સમગ્ર કર્મચારીઓને શુભેચ્છા પાઠવવામાં આવેલ. ડૉ. હાર્દિક બોરીસાગર અને ડૉ. ધર્મેશ રામાણી નું તા. ૩/૦૯/૨૦૨૫ ના રોજ અધિક્ષક દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું. ભવિષ્યમાં પણ ડૉ. ક્રિષ્નાબેન હરિયાણી દ્વારા સચોટ માર્ગદર્શન તથા દર્દીઓને ઉત્તમ સુવિધા મળે તેનું આયોજન કરવામાં આવેલ છે. તેમ પત્રકાર યશપાલ વ્યાસની યાદીમાં જણાવેલ છે.
Recent Comments