સુરત ધેલાણી પરિવારે લગ્નોત્સવ માં વ્યસન મુક્તિ અને અંગદાન ની વચનબદ્ધ પ્રતિજ્ઞા સાથે આદર્શ દાંપત્ય જીવન ની શરૂઆત

સુરત સામાજિક સંરચના માં સુધારાવાદી બની સમાજ ને સંદેશ આપવા માટે સામાજિક મેળાવડા ઓ પ્રસંગો સૌથી શ્રેષ્ટ પ્લેટફોર્મ બની રહે છે મૂળ સૌરાષ્ટ્ર ના પણ સુરત શહેર ને કર્મભૂમિ બનાવી સ્થાયી થયેલા ઘેલાણી પરિવાર ના વર-વધુ એ પોતાના આદર્શ ગૃહસ્થ જીવન પ્રારંભ સમાજ ને કંઇક અનોખો સંદેશ આપી કર્યો પોતા ના લગ્નોત્સવ માં ડ્રગ્સ નાબૂદી, વ્યસન મુક્તિ અને અંગદાન ના સંકલ્પ સાથે આદર્શ દાંપત્ય જીવન ની શરૂઆત કરી વરરાજા હેમલ ઘેલાણી લગ્ન દરમિયાન વરરાજા અને સાથે આવેલ જાનૈયા ઓએ અંગદાન જાગૃતિ અને ડ્રગ્સ નાબૂદી ના પ્લેકાર્ડ સાથે મારી એન્ટ્રી. સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ અને જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તેમજ ઘેલાણી પરિવારના દ્વારા સુરત ખાતે ચિ. હેમલ અને ચિ. ક્રિષ્ના લગ્ન દરમિયાન વરરાજા અને સાથે આવેલ જાનૈયા ઓએ ડ્રગ્સ નાબૂદી, વ્યસન મુક્તિ, અંગદાન જાગૃતિ ના પ્લેકાર્ડ સાથે મારી એન્ટ્રી. તેઓ હાથમાં અંગદાન જાગૃતિના પ્લેકાર્ડ લોકોમાં ડ્રગ્સ નાબૂદી, અંગદાન જાગૃતિ નો મેસેજ આપ્યો હતો લગ્નમાં આવેલ બંને પક્ષોના મહેમાન ઓએ પણ આ અંગદાન જાગૃતિના અભિયાન સાથે જોડાઈ શપથ લીધેલ હતા વ્યસન મુક્તિ ના સંદેશ આપતા વરઘોડા એ ધ્યાનાકર્ષક રીતે રાજમાર્ગો ઉપર ફરી અંગદાન અભિયાન અને વ્યસન મુક્તિ નો વિચાર પ્રેરક સદેશ આપ્યો હતો
Recent Comments