દેશના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી ૨૪ વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરુ કરી હતી. આ અવસરને વધાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા.૦૭ થી તા.૧૫ ઓક્ટોબર,૨૦૨૫ દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી હાથ ધરવામાં આવી છે.
દેશના ગરીબ અને વંચિત પરિવારોની ચિંતા કેન્દ્ર સરકારે ખરા અર્થમાં કરી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય અને શહેરી તેનું ઉત્તમ ઉદાહરણ છે. આજે અનેક ઘર વિહોણાં પરિવારોના પોતાના ઘરના સપનાના ઘરનું સપનું સાચા અર્થમાં સાકાર થયું છે.
સાવરકુંડલાના ચીખલી મુકામે વિકાસ સપ્તાહનો રથ આવી પહોંચતા ગ્રામજનોએ ભાતીગળ પરંપરા સાથે રથનું સ્વાગત કરીને તેને સહર્ષ આવકાર આપ્યો હતો. આરોગ્ય , શિક્ષા, રોડ-રસ્તા, નવી શાળાઓના બાંધકામ સહિત દરેક ક્ષેત્રે કેન્દ્ર અને રાજ્ય સરકારે વિકાસની યાત્રાને સતત આગળ ધપાવી છે. વિકાસના મીઠા ફળ છેવાડા ગામડાઓ અને છેવાડાના લાભાર્થી સુધી પહોંચ્યા છે.
ચીખલી મુકામે આયોજિત વિકાસ સપ્તાહની ઉજવણીમાં સહભાગી બનેલા ભમ્મર ગામના વતની શ્રી દિનેશભાઈ શિયાળના પરિવારનું ઘરના ઘરનું સપનું સાકાર થયું હતુ. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામ્ય હેઠળ શ્રી દિનેશભાઈને રૂ. ૧.૭૦ લાખની સહાય મળી છે. સાવરકુંડલાના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાળાએ તેમને નવા ઘરની ચાવીની પ્રતિકૃતિ અર્પણ કરી હતી. પોતાના પરિવારનું ઘરના ઘરનું સપનું સાકાર થતા શ્રી દિનેશભાઈએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો.
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના એ કેન્દ્ર સરકારની પહેલ છે. જેનો હેતુ ગ્રામીણ ગરીબો માટે આવસની સુલભતા સુનિશ્ચિત કરવાનો છે. સમગ્ર ભારતમાં અનેક ગરીબ, વંચિત પરિવારોને પોતાના આવાસ માટે સરકારી સહાય મળી છે. જેના થકી તેમના પરિવારોનું પોતાના ઘરનું સપનું સાકાર થયુ છે.
Recent Comments