અમરેલી : ગત ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ જુનાગઢ રહેવાસી શ્રી રમેશભાઈ મનજીભાઈ હિરપરા ના સુપુત્ર ચિ. હાર્દિક ના શુભ લગ્ન અમરેલી નિવાસી જયંતીલાલ મનજીભાઈ તળાવીયા ની લાડકી દીકરી ચિ.દિપાલી સંગ સંપન્ન થયા. આ પ્રસંગે વરઘોડા ના શુભ અવસરે ગૌ પ્રેમી સંપૂર્ણ સમર્પિત નિસ્વાર્થ સેવાભાવી ગામ ભાડેરની શ્રી કામધેનુ ગૌશાળા બેન્ડ પાર્ટી યુવા ટીમ સાથે વડીલો સદસ્ય દ્વારા સખત મહેનત પરિશ્રમ થી બેન્ડ અને બેન્જાના તાલ થી જાનૈયાઓમાં ઉત્સાહ ઉમંગ ભર્યો આનંદીત જાનૈયાઓએ ગૌ માતાના સેવાભાવ રાખી ચિ. હાર્દિકના વરઘોડા ના પ્રસ્થાન થી મંડપ સુધી સમય દરમિયાન ધનવર્ષા થકી
૭૩૦૦૦/- રૂપિયા
શ્રી કામધેનુ ગૌશાળા બેન્ડ પાર્ટી યુવા ટીમ અને વડીલો સદસ્યશ્રીઓ હસ્તે ગૌ માતાની સેવામાં અર્પણ કર્યા.
તદ્દઉપરાંત ચિ.દિપાલીના દાદા અને સાવરકુંડલા તાલુકાના વરિષ્ઠ આગેવાન શ્રી મનજીબાપા તળાવિયા અને કસ્તુરબા તળાવિયાએ શ્રી વંડા પટેલ વાડી – વંડા ને રૂ.૨૫૦૦૦ નું યોગદાન આપ્યું આ તકે વંડા ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ચિ.દિપાલીના પિતા શ્રી પ્રા.જે.એમ.તળાવિયાએ અને માતા શ્રીમતી વર્ષાબેન તળાવિયાએ શ્રી પટેલ વિધાર્થી આશ્રમ – અમરેલીને રૂ. ૨૧૦૦૦ નું ઉદાર હાથે યોગદાન આપ્યું.
આ તકે સંસ્થાના મંત્રી શ્રી નારણબાપા ડોબરિયાએ રકમનો ચેક સ્વીકાર્યો હતો.સંસ્થાના પ્રમુખ અને ઇફ્કો ના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ નવદંપતિને આશીર્વાદ પાઠવ્યા હતા.


















Recent Comments