fbpx
ગુજરાત

મહેસાણાની જાેરનંગ પ્રાથમિક શાળાની શિક્ષિકાને બરતરફ કરવામાં આવ્યા

બાળકોના ભણતર મુદ્દે સરકાર દ્વારા કોઈપણ પ્રકારની લાલિયાવાડી ચલાવવામાં નહિ આવે તેવા મૂડમાં છે સરકાર, વિદેશ ગયેલી શિક્ષિકાએ નોટિસનો જવાબ પણ આપ્યો નથી. મહેસાણાના જાેરનંગ પ્રાથમિક શાળાની શિક્ષિકાને બરતરફ કરવામાં આવ્યા છે. સ્વૈચ્છિક નિવૃત્તિના સમયગાળામાં બાંયધરી આપી હતી. તેમણે કોઈ અગમ્ય કારણોસર ગેરહાજર નહીં રહેવા બાંયધરી આપી હતી.

તેમણે પોતે બાંયધરી આપી હોવા છતાં પણ કીપણ જાતની મંજૂરી વગર વિદેશ ગયા હતા. શિક્ષિકા મીનાબેન પટેલ કોઈપણ પ્રકારની મંજૂરી વગર વિદેશ ગયા હતા. તેઓ છેલ્લા એક વર્ષ કરતાં વધુ સમયથી ગેરહાજર હતા. તેમણે ૩૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ સ્વૈચ્છિક નિવૃત્તિ માંગી હતી. તેઓ ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૩થી જાણ કર્યા વગર વિદેશ જતાં રહ્યા હતા.
તેમને છ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ અંતિમ નોટિસ આપવામાં આવી હતી. તેમણે ખુલાસો મોકલવા માટે ઇક્કમેઇલ મારફતે ત્રણ માસનો સમય માંગ્યો હતો. તે હાજર થવાની તારીખ હાજર ન થતાં તેમને બરતરફ કરવામાં આવ્યા છે. ડીઇઓએ શિક્ષિકાને સેવામાંથી બરતરફ કર્યા છે. ગયા વર્ષે આવા જ એક શિક્ષિકા ચાલુ નોકરીએ વિભાગને કશું જ કહ્યા વગર રજા પર હોવાની વાત બહાર આવી હતી.

રણછોડપુરા પ્રાથમિક શાળાની શિક્ષિકા વિદેશમાં હોવાનું જાણવા મળ્યું હતું. બકીનાબેન પટેલ છેલ્લા દસ માસથી વિદેશમાં હતા. તેઓ મેડિકલ રજાના બ્હાને વિદેશમાં ગયા હતા.તેઓ એનઓસી મેળવ્યા વગર વિદેશમાં ગયા હતા. આશ્ચર્યની વાત તો એ છે કે તેઓએ એનઓસી મેળવ્યું ન હોવા છતાં શિક્ષણ વિભાગે તેમને એકપણ નોટિસ આપી નથી. તેઓ વિદેશમાં ગયા છે તેવા સંજાેગોમાં મેડિકલ ઇ-મેઇલથી મંજૂર કરવામાં આવ્યું છે. આ રીતે મેડિકલ કઈ રીતે ઇ-મેઇલથી મંજૂર કરવામાં આવ્યું છે. હવે તેઓ આ રીતે વિદેશ ગયા છે તે તેમની સામે શિક્ષણ વિભાગે હજી સુધી કોઈ કાર્યવાહી કેમ કરી નથી. આ શિક્ષિકા છેલ્લા દસ મહિનાથી વિના મંજૂરીએ વિદેશમાં છે. તેઓ અગાઉ ત્રણ માસ માટે વિદેશમાં ગયા હતા. વિદેશમાંથી પાછા આવીને મેડિકલના બ્હાને રજા પર છે. હવે શિક્ષિકાને વિદેશથી ઇ-મેઇલ મારફતે રિપોર્ટ શિક્ષણ વિભાગે કઈ રીતે મંજૂર કર્યા તે સવાલ છે. હવે સરકારી નિયમોનો સરેઆમ કરતા આ શિક્ષિકાને તાત્કાલિક ધોરણે બરતરફ કરવામાં આવે તે જરૂરી છે.

Follow Me:

Related Posts