ગાંધીનગરમાં છેલ્લા ત્રણ દિવસમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. સવારે -રાત્રિ દરમિયાન ઠંડીના ચમકારા સાથે આજે પણ ગાંધીનગરમાં તાપમાનનો પારો ૧૬ ડિગ્રી નોંધાયો છે. જાે કે, આવતીકાલ સોમવારથી કડકડતી ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. ગુજરાતમાં કાતિલ ઠંડીમાં ઘટાડો થયો છે. સતત ત્રીજા દિવસે ગુજરાતમાં ઠંડીમાં ઘટાડો નોંધાયો હતો. વહેલી સવારે ઠંડીનો અનુભવ થાય છે.
જાેકે, બપોર દરમિયાન ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. સવારે અને રાત્રિ દરમિાન ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ગાંધીનગરમાં ડબલ ઋતુનાં માહોલ વચ્ચે આજે સવારે તાપમાનનો પારો ૧૬ ડિગ્રી નોંધાયો છે. ગુજરાતમાં હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આગામી ૨૪ કલાક તાપમાન યથાવત્ રહેશે અને જે બાદ તાપમાન ઘટવાની આગાહી હવામાન વિભાગે કરી છે. બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટી જશે અને ફરી ઠંડીનો ચમકારો અનુભવાશે. આ સાથે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં ઠંડીનું જાેર વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આગામી ૨૪ કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. જે બાદ દિવસ દરમિયાન બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે. એટલે કે સોમવારથી ફરી કાતિલ ઠંડીનો અનુભવ થઈ શકે છે.
Recent Comments